PM 2 દિવસમાં 4 રાજ્યમાં 12 કાર્યક્રમ કરશે, 50 હજાર કરોડની આપશે ગિફ્ટ

નવી દિલ્હી : 7-8 જુલાઇએ પીએમ મોદી 4 રાજ્યો ગજવશે. પીએમ 7-8 જુલાઇએ છત્તીસગઢ, યુપી, તેલંગાણા અને રાજસ્થાનની મુલાકાત લેશે. પીએમ 36 કલાકની અંદર 5…

PM Modi 36 Hour 4 state 12 program

PM Modi 36 Hour 4 state 12 program

follow google news

નવી દિલ્હી : 7-8 જુલાઇએ પીએમ મોદી 4 રાજ્યો ગજવશે. પીએમ 7-8 જુલાઇએ છત્તીસગઢ, યુપી, તેલંગાણા અને રાજસ્થાનની મુલાકાત લેશે. પીએમ 36 કલાકની અંદર 5 શહેરોમાં એક ડઝન કાર્યક્રમ કરશે. પીએમએ 4 રાજ્યોને 50 હજાર કરોડ રૂપિયાની 50 વિવિધ યોજનાઓની ભેટ આપશે. વડાપ્રધાન મોદી ચાર રાજ્યોની તાબડતોબ મુલાકાત કરશે. 7-8 જુલાઇ દરમિયાન તેઓ છત્તીસગઢ, યૂપી, તેલંગાણા અને રાજસ્થાનની મુલાકાત લેશે.

પીએમ મોદી ચાર રાજ્યોના રાયપુર, ગોરખપુર, વારાણસી, વારંગલ અને બીકાનેરમાં લગભગ એક ડઝન કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓ 50 કરોડનાં વિવિધ પ્રોજેક્ટના ઉદ્ધાટન, લોકાર્પણ કે શિલાન્યાસ કરશે. 7 તારીખે પીએમ સૌથી પહેલા દિલ્હીથી રાયપુર જશે. જ્યાં તેઓ અનેક યોજનાઓના શિલાન્યાસ અને લોકાર્પણ કરશે.

જેમાં રાયપુર વિશાખાપટ્ટનમ કોરિડોરના 6 લેન ખંડોની આધારશિલા મુકશે. ત્યાર બાદ તેઓ એક જાહેર બેઠકમાં ભાગ લેશે. ત્યાર બાદ પીએમ ગોરખપુર જશે જ્યાં ગીતાપ્રેસના કાર્યક્રમમાં જોડાશે. ત્યાર બાદ તેઓ 3 વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી દેખાડશે. તેઓ ગોરખપુર રેલવે સ્ટેશન ના પુનર્વિકાસની આધારશિલા પણ રાખશે. ગોરખપુરથી પીએમ પોતાના મત વિસ્તાર વારાણસી જશે. જ્યાં તેઓ અનેક મહત્વની યોજનાઓના ઉદ્ધાટન અને શિલાન્યાસમાં ભાગ લેશે. પીએમ દીનદયાલ ઉપાધ્યાય જંક્શનથી સોનાનગર સુધીના ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનું ઉદ્ધાટન કરશે. NH 56 (વારાણસી-જોનપુર) ચાર લેનના કામકાજનું લોકાર્પણ કરશે. મણિકર્ણિટકા ઘાટ અને હરિશ્ચન્દ્ર ઘાટના રિનોવેશનનું શિલાન્યાસ પણ કરશે.

8 તારીખે પીએમ વારાણસીથી તેલંગાણાના વારંગલ સુધી યાત્રા કરશે. અહીં તેઓ નાગપુર-વિજયવાડા કોરિડોરના મુખ્ય ખંડો સહિત અલગ અલગ યોજનાઓની આધારશિલા મુકશે. એનએચ 563 ના કરીમનગર-વારંગલ ખંડના ફોરલેનિંગની આધારશીલા પણ મુકશે. ત્યાર બાદ તેઓ વારંગલમાં એક જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે.

ત્યાર બાદ પીએમ વારંગલથી બીકાનેર જશે. જ્યાં તેઓ અનેક યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. પીએમ અમૃતસર જામનગર એક્સપ્રેસના અલગ અલગ ખંડોને લોકાર્પિત કરશે. ગ્રીન એનર્જી કોરિડોર ફેઝ 1 માટે આંતરરાજ્ય ટ્રાન્સમિશન લાઇન પણ સમર્પિત કરશે. પીએમ બીકાનેર રેલવે સ્ટેશનના પુનર્વિકાસની આધારશિલા પણ મુકશે. ત્યાર બાદ તેઓ બિકાનેરમાં એક જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે.

    follow whatsapp