PM Modi in Andhra Pradesh: આજે પીએમ મોદી આંધ્રપ્રદેશના પ્રવાસે છે. જ્યાં તેમણે લેપક્ષી મંદિરની મુલાકાત કરી હતી. ત્યારબાદ તેમણે આંધ્રપ્રદેશના શ્રી સત્યસાઈ જિલ્લાના પલાસમુદ્રમ ખાતે એક જાહેર સભાને સંબોધિત કરી હતી. જ્યાં તેમણે કહ્યું કે, આ દિવસોમાં આખો દેશ રામમય બની ગયો છે, રામની ભક્તિમાં લીન છે, પરંતુ ભગવાન શ્રી રામના જીવનનો વ્યાપ, તેમની પ્રેરણા અને આસ્થા ભક્તિના વ્યાપ કરતાં ઘણી વધારે છે. અહીં નેશનલ એકેડેમી ઓફ કસ્ટમ્સ, ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ નાર્કોટિક્સ (NACIN) ના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું. જ્યાં તેમણે કહ્યું કે, પ્રભુ રામ સામાજિક જીવનમાં સુશાસનના એવા પ્રતીક છે.
ADVERTISEMENT
સરકારના છેલ્લા 9 વર્ષમાં લગભગ 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા
આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે, NACIN એ ભારતને વેપાર અને વાણિજ્ય માટે આધુનિક ઇકોસિસ્ટમ પ્રદાન કરવી જોઈએ. ભારતને વૈશ્વિક વેપાર માટે એક મહત્વપૂર્ણ ભાગીદાર બનાવવા અને ટેક્સ, કસ્ટમ્સ અને કાઉન્ટર-નાર્કોટિક્સ દ્વારા વ્યવસાય કરવાની સરળતાને પ્રોત્સાહન આપવા માટે અનુકૂળ વાતાવરણ બનાવવું જોઈએ. છેલ્લા 10 વર્ષમાં અમારી સરકારે ખર્ચને ધ્યાનમાં રાખ્યો છે અને યોજનાઓને સમયસર પૂર્ણ કરવા પર ભાર મૂક્યો છે.પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, છેલ્લા 10 વર્ષમાં અમે ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનોને સશક્ત કર્યા છે. અમારી યોજનાઓના કેન્દ્રમાં એ જ લોકો સર્વોપરી રહ્યા છે, જેઓ વંચિત હતા, શોષિત હતા, સમાજના છેલ્લા સ્તરે ઊભા હતા. નીતિ આયોગના તાજેતરના અહેવાલ મુજબ, અમારી સરકારના છેલ્લા 9 વર્ષમાં લગભગ 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે.
વીરભદ્ર મંદિરની મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં વીરભદ્ર મંદિરની મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, અહીં આવતા પહેલા મને લેપાક્ષીના પવિત્ર વીરભદ્ર મંદિરની મુલાકાત લેવાનો લહાવો મળ્યો હતો, મને મંદિરમાં રંગનાથ રામાયણ સાંભળવાની તક મળી હતી, મેં ત્યાં ભજન કીર્તનમાં પણ ભાગ લીધો હતો. તમે જાણો છો, અયોધ્યામાં અભિષેક પહેલા મારી 11 દિવસની ધાર્મિક વિધિઓ ચાલી રહી છે. આવા શુભ સમય દરમિયાન અહીં ભગવાનના આશીર્વાદ મેળવીને હું ધન્ય છું.
ADVERTISEMENT