અયોધ્યામાં નિર્માણ પામી પહેલા રામ મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમને લઈને સમગ્ર દેશમાં હર્ષોલ્લાસનો માહોલ છે. આ કાર્યક્રમને ખાસ બનાવવા માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. તો 22મી જાન્યુઆરીએ અનેક VIP, VVIPઓ રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહેવાના હોવાથી સુરક્ષ એજન્સીઓ પણ સતર્ક છે. પોલીસ દ્વારા અયોધ્યામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ વચ્ચે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીરામ જન્મભૂમિ પર ટપાલ ટિકિટ જાહેર કરી છે. પીએમ મોદીએ ટપાલ ટિકિટનો એક આલ્બમ જાહેર કર્યો છે. 48 પાનાના આલ્બમમાં 20 દેશોની ટપાલ ટિકિટ છે. પીએમ મોદીએ કુલ 6 ટપાલ ટિકિટો જાહેર કરી છે. તેમાં રામ મંદિર, ભગવાન ગણેશ, હનુમાન, જટાયું, કેવટરાજ અને માં શબરી સામેલ છે.
6 વિશેષ સ્મારક ટપાલ ટિકિટો બહાર પાડવામાં આવી
આ દરમિયાન પીએમ મોદીએ એક સંદેશ પણ જાહેર કર્યો છે. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, નમસ્કાર, રામ રામ… આજે મને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અભિયાન સાથે સંબંધિત એક કાર્યક્રમમાં ભાગ લેવાનું સૌભાગ્ય મળ્યું છે. આજે રામ મંદિરને સમર્પિત 6 વિશેષ સ્મારક ટપાલ ટિકિટો બહાર પાડવામાં આવી છે. વિશ્વના વિવિધ દેશોમાં રામ સાથે સંબંધિત ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે. તેનો આલ્બમ પણ બહાર પાડવામાં આવ્યો છે. હું તમામ રામ ભક્તોને અભિનંદન આપું છું.
ADVERTISEMENT
ADVERTISEMENT