Ram Mandir Inauguration: જાન્યુઆરી 2024નો મહિનો ઐતિહાસિક પૃષ્ઠોમાં નોંધાયેલો છે કારણ કે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન આગામી 22 જાન્યુઆરી 2024ના રોજ થવા જઈ રહ્યું છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ યોજાવા જઈ રહ્યો છે. સમગ્ર દેશમાં આ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને અનેક સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ખાસ ઓડિયો સંદેશ જાહેર કર્યો છે.
લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરવી ખૂબ મુશ્કેલ: PM
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા પીએમ મોદીએ લખ્યું છે કે, ‘અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં માત્ર 11 દિવસ બાકી છે. આ મારું સૌભાગ્ય છે કે હું પણ આ શુભ અવસરનો સાક્ષી બનીશ. પ્રભુએ મને પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન, દરેક ભારતીયોનું પ્રતિનિધિત્વ કરવાનો નિમિત્ત બનાવ્યો છએ. તેને ધ્યાનમાં રાખીને હું આજથી 11 દિવસના વિશેષ અનુષ્ઠાન શરૂ કરી રહ્યો છું. હું તમામ જનતા પાસેથી આશીર્વાદ માંગું છું. આ સમયે મારી લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરવી ખૂબ મુશ્કેલ છે, પરંતુ મેં મારા તરફથી એક પ્રયાસ કર્યો છે.’
ADVERTISEMENT
PM મોદી 11 દિવસના અનુષ્ઠાન પર
આ પોસ્ટની સાથે PM મોદીએ એક યુટ્યુબની લિંક પણ શેર કરી છે. જેમાં અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ-પ્રતિષ્ઠા પર PM મોદીએ સંદેશ આપ્યો છે.
સાંભળો PM મોદીએ શું કહ્યું
ADVERTISEMENT