બેંગલુરુમાં HALની મુલાકાતે પહોંચ્યા PM મોદી, મેડ ઈન ઈન્ડિયા ફાઈટર પ્લેન તેજસમાં ભરી ઉડાન, જુઓ PHOTOS

PM Flies In Tejas: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સરકારી માલિકીની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે બેંગલુરુમાં તેજસ ફાઈટર પ્લેનમાં ઉડાન ભરી…

gujarattak
follow google news

PM Flies In Tejas: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સરકારી માલિકીની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે બેંગલુરુમાં તેજસ ફાઈટર પ્લેનમાં ઉડાન ભરી હતી. પીએમ મોદીએ આજે ​​આ કંપનીની સમીક્ષા પણ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર,હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ના યુનિટની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ તેજસ જેટ વિશે સંપૂર્ણ માહિતી પણ મેળવી હતી. તમને જણાવી દઈએ કે, પીએમ મોદી સંરક્ષણ ઉત્પાદનો (Defense Products)ના સ્વદેશી ઉત્પાદન પર ભાર આપી રહ્યા છે.

ઘણા દેશોએ તેજસ ખરીદવામાં દાખવ્યો રસ

ઘણા દેશોએ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસને ખરીદવામાં રસ દાખવ્યો છે અને યુએસ ડિફેન્સ જાયન્ટ GE એરોસ્પેસે વડાપ્રધાન મોદીની અમેરિકાની યાત્રા દરમિયાન MK-II-તેજસ માટે સંયુક્ત રીતે એન્જિન બનાવવા માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ની સાથે કરાર કર્યા હતા.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ વર્ષે એપ્રિલમાં કહ્યું હતું કે, નાણાકીય વર્ષ 2022-2023માં ભારતની સંરક્ષણ નિકાસ (Defense Exports) 15,920 કરોડ રૂપિયાની સૌથી ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે. તેમણે કહ્યું હતું કે, દેશ માટે આ એક નોંધપાત્ર સિદ્ધિ છે.

    follow whatsapp