અમેરિકામાં પન્નુની હત્યાના કાવતરા પર PM મોદીએ તોડ્યું મૌન, કહ્યું-પુરાવા મળશે તો તપાસ કરીશું

Gurpatwant Singh Pannun Case : ખાલિસ્તાની નેતા ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરામાં ભારતીય અધિકારીની સંડોવણી હોવાના અમેરિકાના દાવા પર પીએમ નરેન્દ્ર મોદીની પ્રથમ વખત પ્રતિક્રિયા…

gujarattak
follow google news

Gurpatwant Singh Pannun Case : ખાલિસ્તાની નેતા ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરામાં ભારતીય અધિકારીની સંડોવણી હોવાના અમેરિકાના દાવા પર પીએમ નરેન્દ્ર મોદીની પ્રથમ વખત પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, અમે અમેરિકા દ્વારા આપવામાં આવેલા પુરાવાઓને તપાસ માટે મોકલશું, પરંતુ આવી ઘટનાઓ અમેરિકા અને ભારતના સંબંધોને પાટા પરથી ઉતારી શકશે નહીં. ફાઈનાન્શિયલ ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ અમેરિકા સાથેના રાજદ્વારી સંબંધો પર અસર વિશે વધુ કંઈ કહ્યું નથી. પરંતુ તે ચોક્કસપણે કહ્યું કે અમે પુરાવા પર વિચાર કરીશું.

પીએમ મોદીએ આપી પ્રતિક્રિયા

પીએમ મોદીએ કહ્યું કે, જો આપણા નાગરિકમાંથી કોઈ સારું કે ખરાબ કરે છે તો તેના વિશે અમે વાત કરવા તૈયાર છીએ.કાયદાના શાસન માટે અમારી પ્રતિબદ્ધતા છે. અમેરિકન એજન્સીઓએ દાવો કર્યો છે કે ભારતીય એજન્ટો તેની ધરતી પર ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડી રહ્યા હતા. આમાં એક ભારતીય અધિકારી પણ સામેલ હતો. ઈન્ટરવ્યુ દરમિયાન પીએમ મોદીએ પશ્ચિમી દેશોને ભારતની ચિંતાઓ સમજવા અને અલગતાવાદી તત્વોને પ્રોત્સાહન ન આપવાની અપીલ પણ કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે અમે અન્ય દેશોમાં સ્થાયી થયેલા ઉગ્રવાદી તત્વોની ગતિવિધિઓથી ચિંતિત છીએ.

અમેરિકા સાથેના સંબંધો બગડવાની વાતને પીએમ મોદીએ ફગાવી

વધુમાં તેમણે કહ્યું કે, આ તત્વો અભિવ્યક્તિની સ્વતંત્રતાની આડમાં ધમકીઓ આપે છે અને હિંસા ભડકાવે છે. ગુરપતવંત સિંહ પન્નુને 2020માં ભારતે આતંકવાદી જાહેર કર્યો હતો. તે કેનેડા અને અમેરિકા જેવા દેશોમાં છુપાયો છે. ભારતે પણ વારંવાર પશ્ચિમી દેશોને શીખ અલગતાવાદીઓની ગતિવિધિઓને હળવાશથી ન લેવા જણાવ્યું છે. જો કે પીએમ મોદીએ આ મામલે અમેરિકા સાથેના સંબંધો બગડવાની વાતને ફગાવી દીધી હતી

    follow whatsapp