બજેટ બાદ PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, મહત્વના મુદ્દાઓ પર કરી ચર્ચા

નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ દેશના બજેટ રજુ થયા બાદ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. તેમણે બજેટના કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેઓએ જણાવ્યું…

gujarattak
follow google news

નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ દેશના બજેટ રજુ થયા બાદ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. તેમણે બજેટના કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેઓએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની શરૂઆત કરી હતી. શ્રીઅન્ન યોજનાને વધારે ભાર આપ્યો હતો. આદિવાસી ભાઇ બહેનોને ફાયદો થશે.

આર્થિક સંભલ મળશે. દેશવાસીઓને એખ સ્વસ્થ જીવન મળશે. આ બજેટ સસ્ટેનેબલ ફ્યુચર, ગ્રીન ગ્રોથ, ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રીન જોબ્સને અભુતપુર્વ વિસ્તાર આપશે. બજેટમાં અમે ટેક્નોલોજી અને નવા વિકાસ પર ભાર આપ્યું છે. એસ્પ્રેશનલ ભારત રોડ, રસ્તા, પોર્ટ, વોટર વે સહિતના તમામ ક્ષેત્રમાં નેક્સ્ટ જનરેશન થશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર 10 લાખ કરોડ રૂપિયાનું અભુતપુર્વ ઇન્વેસ્ટમેન્ટ દેશ માટે ખુબ જ મહત્વપુર્ણ છે.

પીએમ મોદીએ કહ્યું કે, આ બજેટ સહકારિતાને ગ્રામીણ અર્થવ્યવસ્તાના વિકાસની ધુરી બનાવશે. સરકારે કો ઓપરેટિવ સેક્ટરમાં વિશ્વની સૌથી મોટા અન્ન ભંડારણ યોજના બનાવી છે. બજેટમાં નવા પ્રાઇમરી કો-ઓપરેટિવ્સ બનાવવા માટે એક મહત્વકાંક્ષી યોજનાની પણ જાહેરાત થઇ છે.

પીએમએ કહ્યું કે, વર્ષ 2014ની તુલનામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ પર 400 ટકાથી વધારેની વૃદ્ધી નોંધાઇ છે. આ વખતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર 10 લાખ કરોડ રૂપિયાનું અભુતપુર્વ રોકાણ થશે. આ રોકાણ યુવાનો માટે રોજગાર અને એક મોટી વસતી માટે આવકના નવા અવસર પેદા કરશે. આજે જ્યારે મિલેટ્સ સમગ્ર વિશ્વમાં લોકપ્રિય થઇ રહ્યા છે તો તેનો સૌથી વધારે લાભ ભારતના નાના ખેડૂતના નસીબમાં છે. હવે આ સુપર ફુડને શ્રી અન્ન તરીકેની ઓળખ આપવામાં આવી છે. શ્રી અન્નથી અમારા નાના ખેડૂતો અને ખેતી કરતા આદિવાસી ભાઇ બહેનોને આર્થિક લાભ મળશે.

પીએમએ કહ્યું કે, આ બજેટ આજની મહત્વકાંક્ષી સમાજ ગામ, ગરીબ, ખેડૂત, મધ્યમવર્ગ તમામ સપનાઓ પુર્ણ કરશે. દેશ આ બજેટમાં પહેલીવાર અનેક પ્રોત્સાહન યોજના લઇને આવ્યું છે. તેવા લોકો માટે ટ્રેનિંગ, ટેક્નોલોજી, ક્રેડિટ અને માર્કેટ સપોર્ટની વ્યસ્થા કરવામાં આવી છે. પીએમ વિકાસથી અમારા કરોડો વિશ્વકર્માઓ માટે જીવનમાં મોટું પરિવર્તન આવશે. ગામથી માંડીને શહેર સુધીના રહેવાસી અમારી મહિલાઓના જીવન સ્તરમાં પરિવર્તનલાવવા માટે અનેક પગલા ઉઠાવાયા છે. તેઓ હવે તાકાત સાથે આગળ વધી શકશે.

    follow whatsapp