PM મોદીએ કહ્યું દિલ્હીથી અહીંનો રાજકીય ખેલ જોઉં છું, BJP કાર્યકર્તાઓને કોનાથી ચેતવ્યા? જાણો વિગતવાર…

જામકંડોરણાઃ વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી જનતાને અનેક વિકાસકાર્યોની ભેટ આપી રહ્યા છે. તેવામાં જામકંડોરણાની વિશાળ જનસભાને સંબોધતા ભાજપના કાર્યકર્તાઓને ચેતવ્યા છે.…

gujarattak
follow google news

જામકંડોરણાઃ વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી જનતાને અનેક વિકાસકાર્યોની ભેટ આપી રહ્યા છે. તેવામાં જામકંડોરણાની વિશાળ જનસભાને સંબોધતા ભાજપના કાર્યકર્તાઓને ચેતવ્યા છે. તેમણે કહ્યું કે દિલ્હીથી હું ગુજરાતનું રાજકારણ જોઈ રહ્યો છું. પાર્ટીના કાર્યકરોએ સતર્ક થઈને રહેવુ જોઈએ. કોંગ્રેસ જનસભા કેમ નથી કરતી એની પાછળની રણનીતિ પણ છતી કરી દીધી હતી.

PM મોદીએ કહ્યું હુ બધું જાણુ જ છું..
ગુજરાતમાં રાજકારણ કઈ દિશામાં જઈ રહ્યું છે એ અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે હું બધું જ જાણું છું. દિલ્હીમાં બેઠા બેઠા પણ મારી નજર રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ પર રહેલી છે. જેમ સ્ટેડિયમમાં બેસીને ક્રિકેટ મેચ જુઓ તો ક્યારેક બોલ ક્યાં ગયો એ ખબર ન પડે, પરંતુ ઘરે ટીવીમાંથી જુઓ તો સ્પષ્ટપણે દેખાય. એવી જ રીતે હું દિલ્હીથી બેઠા બેઠા ગુજરાતની પળપળની ખબર લેતો રહું છું. કોંગ્રેસથી આપણા ભાજપના કાર્યકર્તાઓએ ચેતવાની જરૂર છે.

ભાજપના કાર્યકરોને વડાપ્રધાને કેમ ચેતવણી આપી?
વડાપ્રધાન મોદીએ ભાજપના કાર્યકર્તાઓને ચેતવણી આપતા કહ્યું કે હું દિલ્હીથી સમગ્ર ખેલ જોઉં છું. કોંગ્રેસ અત્યારે એકપણ જંગી સભા કે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરી રહી નથી. પરંતુ એનો અર્થ એ નથી કે એ શાંત છે. કોંગ્રેસ ઘરે ઘરે જઈને ગામે-ગામ ફરીને મત માગી રહી છે.

પહેલા ગુજરાતમાં વારે તહેવારી લોહીની નદીઓ રેલાતી હતી
ઘરમાં નળ હોય, નળમાં પાણી હોય, ગામડામાં સાંજે ખાવા બેઠા હોય અને વીજળી આવે આ દિવસોની અપેક્ષા કરતા હતા. બે ડોલ પાણી માટે અડઘો અડધો દિવસ પાણી માટે લાઈનમાં ઊભેલા લોકો અહીં બેઠા હશે. આ દિવસો ભાઈઓ મહેનત અને આયોજનથી કરી બતાવ્યું છે. આજે નળથી જળ આવે તે માટેની જહેમત કરી છે. ગુજરાતમાં વાર તહેવારે લોહીની નદીઓ રેલાતી હતી. હુલ્લડોની ભરમાર રહેતી હતી. અહીંથી અમદાવાદ જવું હોય દીકરીના લગ્ન માટે કરીદી કરવા તો ફોન કરીને પૂછવું પડે કે અમદાવાદમાં કર્ફ્યૂ તો નથી ને ત્યારે અદાવાદ જવાય એવા દિવસો હતા. ભય અને આતંકના વાતાવરણમાં ગુજરાતને જીવવાની મજબૂરી પડી ગઈ હતી. આજે કોરોનાના બે વર્ષ બાદ ડાંડીયાની રમઝટ બોલાવી છે. આ વખતે દુનિયાના અનેક દેશના રાજદૂતો ગુજરાત જોવા આવ્યા અને ગરબા રમતા થઈ ગયા.

    follow whatsapp