લાલ કિલ્લા પરથી PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, જાણો સમગ્ર કાર્યક્રમની ટાઈમલાઈન

દિલ્હીઃ દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ દરમિયાન 15 ઓગસ્ટે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવી રાષ્ટ્રને સંબોધિત કરશે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે લાલ…

gujarattak
follow google news

દિલ્હીઃ દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ દરમિયાન 15 ઓગસ્ટે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવી રાષ્ટ્રને સંબોધિત કરશે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસ કાર્યક્રમમાં લગભગ 7 હજાર મહેમાનો હાજરી આપી શકે છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત 9મી વખત લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવશે. કેન્દ્ર સરકારે આઝાદીના 75 વર્ષ પૂરા થયા એ પ્રસંગે ‘હર ઘર તિરંગા’ સહિત ઘણા અભિયાનો શરૂ કર્યા છે.

સ્વંતંત્રતા દિવસ 2022નું શેડ્યૂલ
સ્વતંત્રતા દિવસે ધ્વજવંદનનો સમય જાહેર કર્યો છે. આ કાર્યક્રમને નેશનલ ટીવી ચેનલ તથા PIBના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર જોઈ શકાશે. વળી રિજનલ ટીવી પર પણ અપડેટ્સ મળતા રહેશે.

PM મોદી 7.06 વાગ્યે મહાત્મા ગાંધીજીની સમાધિ પર ફૂલ અર્પણ કરશે અને ત્યારપછી રાજઘાટથી લાલ કિલ્લા પર જવા માટે રવાના થશે. ત્યારપછી 7.20 વાગ્યે ગાર્ડ ઓફ ઓનર મેળવ્યા પછી તે 7.30 વાગ્યે દેશનો તિરંગો ફરકાવશે. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં 21 તોપોની સલામી પણ આપવામાં આવશે. આ સલામીમાં ઉપયોગ થતી બંદૂર સંપૂર્ણપણે સ્વદેશી છે, જેને DRDOએ ડિઝાઈન કરી છે. વડાપ્રધાન મોદી રાષ્ટ્રને સંબોધિત કરશે અને પછી રાષ્ટ્રગીતનું ગાન કરાશે. ત્યારપછી રાષ્ટ્રપતિ ભવનમાં એટ હોમ રિસ્પેપ્શનનું આયોજન કરાયું છે.

ગુજરાતમાં ક્યાં ઉજવણી થશે…
ગુજરાતમાં આ વર્ષે સ્વતંત્રતા દિવસની ઉજવણી અરવલ્લી જીલ્લામાં આયોજિત કરવામાં આવી છે. જે સમગ્ર કાર્યક્રમની શરૂઆત સવારે 9 વાગ્યા પછી શરૂ થશે. અહીં જિલ્લાના પેટા વિભાગો, બ્લોક્સ અને ગ્રામ પંચાયતો સહિત ગામડાઓમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે.

    follow whatsapp