- ફરી એકવાર રાહુલ ગાંધીએ પીએમ મોદીની જાતિને લઈ કર્યા પ્રહાર
- રાહુલે કહ્યું પીએમ મોદી OBC જાતિમાં નહીં, સામાન્ય જાતિમાં જન્મ્યા છે
- જાતિ ગણતરીનું કામ કોંગ્રેસ પાર્ટી કરાવશે: રાહુલ ગાંધી
PM Modi not OBC by birth: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાતિને લઈ પ્રહાર કર્યા છે. ઓડિશામાં ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે, પીએમ મોદી OBC જાતિમાં નહીં, સામાન્ય જાતિમાં જન્મ્યા છે. પરંતુ વડાપ્રધાનનો જન્મ OBC જાતિમાં થયો હોવાનું કહીને ભાજપ લોકોને મૂર્ખ બનાવે છે.
ADVERTISEMENT
પીએમ મોદીની જાતિને લઈ રાહુલ ગાંધીના પ્રહાર
રાહુલ ગાંધીએ કહ્યું કે, લોકોને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે. મોદીજી OBC માં જન્મ્યા નથી. ભાજપે વર્ષ 2000માં તેમની જાતિને OBC બનાવી હતી. મતલબ કે મોદી OBC નથી જન્મ્યા, તેઓ સામાન્ય જાતિમાં જન્મ્યા છે. તે દુનિયા સમક્ષ ખોટું બોલી રહ્યા છે કે તેમનો જન્મ OBC માં થયો હતો. તેઓ કરોડોના સૂટ પહેરે છે અને પોતાને ગરીબ અને ફકીર કહે છે. તેઓ સવારે નવા કપડાં, સાંજે નવા કપડાં અને પછી જુઠ્ઠું બોલે છે કે હું ઓબીસી વર્ગનો માણસ છું.
જાતિ ગણતરીનું કામ કોંગ્રેસ પાર્ટી કરશે
મારે જન્મ પ્રમાણપત્રની જરૂર નથી. હું જાણું છું કારણ કે તેઓ કોઈ ઓબીસીને ગળે લગાવતા નથી. તે કોઈ ખેડૂત કે મજૂરનો હાથ પકડતા નથી. તે માત્ર અદાણીનો જ હાથ પકડે છે. તેથી, તેઓ તેમના સમગ્ર જીવનમાં જાતિ આધારિત સર્વેક્ષણો કરવા દેશે નહીં. જાતિ ગણતરીનું કામ કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી કરશે.
ADVERTISEMENT