New Parliament Building: પીએમ મોદીએ આજે નવા બની રહેલા સંસદ ભવનની મુલાકાત લીધી હતી. અહીં તેમણે નવી સંસદ ભવનમાં એક કલાકથી વધુ સમય વિતાવ્યો અને વિવિધ કામોનું નિરીક્ષણ કર્યું. PM મોદી ગુરુવારે (30 માર્ચ) મોડી સાંજે નવા સંસદ ભવનની ઓચિંતી મુલાકાતે ગયા હતા. તેમણે એક કલાકથી વધુ સમય વિતાવી વિવિધ કામોનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સંસદના બંને ગૃહોમાં આવતી સુવિધાઓનું અવલોકન કર્યું હતું.પીએમે બાંધકામ કામદારો સાથે પણ વાતચીત કરી હતી.
ADVERTISEMENT
વડાપ્રધાન સાથે લોકસભા સ્પીકર પણ હાજર રહ્યા
વડાપ્રધાન સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ હાજર હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 ડિસેમ્બર 2020ના રોજ નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો હતો. આ કાર્યક્રમમાં વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ, કેબિનેટ મંત્રીઓ અને વિવિધ દેશોના રાજદૂતોએ હાજરી આપી હતી. નવી ઇમારત સંસદના શિયાળુ સત્ર માટે ઓક્ટોબર 2022 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. નવી સંસદનું ક્ષેત્રફળ 64,500 ચોરસ મીટર હશે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ બાંધકામ કેન્દ્ર સરકારે 2019માં સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો.
સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટન પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ
આ પ્રોજેક્ટમાં નવી દિલ્હીમાં અન્ય પ્રોજેક્ટ્સની સાથે નવી સંસદ ભવનનું નિર્માણ પણ સામેલ છે. નવું સંકુલ ત્રિકોણાકાર આકારનું હશે. નવું બિલ્ડીંગ 150 વર્ષથી વધુ આયુષ્ય માટે તૈયાર કરવામાં આવ્યું છે. લોકસભા અને રાજ્યસભાના સભ્યોની બેઠક ક્ષમતા વધશે. લોકસભા અને રાજ્યસભા માટે સૂચિત ચેમ્બરમાં વધુ સભ્યો બેસી શકે છે. વર્તમાનમાં સમાવવા માટે મોટી બેઠક ક્ષમતા હશે, કારણ કે ભારતની વધતી વસ્તી અને પરિણામે ભવિષ્યમાં સીમાંકન સાથે સાંસદોની સંખ્યા વધી શકે છે. નવા બિલ્ડિંગમાં લોકસભા ચેમ્બરમાં 888 સીટો અને રાજ્યસભા ચેમ્બરમાં 384 સીટો હશે. વર્તમાન સંસદ ભવનની જેમ તેમાં સેન્ટ્રલ હોલ નહીં હોય.
લોકસભા ચેમ્બર 1272 સભ્યોનો સમાવેશ થઇ શકશે
લોકસભા ચેમ્બર સંયુક્ત સત્રના કિસ્સામાં 1,272 સભ્યોને સમાવી શકશે. બાકીની બિલ્ડીંગમાં 4 માળ હશે. જેમાં મંત્રીઓની ઓફિસ અને કમિટી રૂમ હશે. અત્રે ઉલ્લેખનીય છે કે, નવા સંસદના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો વિપક્ષ દ્વારા કેટલાક મુદ્દાઓ પર વિરોધ પણ કરવામાં આવી ચુક્યો છે. જો કે હવે આ સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ સંપુર્ણ રીતે તૈયાર છે. વડાપ્રધાન મોદીએ સંસદીય ભવનની મુલાકાત લીધી હતી. અહીં તેઓએ આ પ્રોજેક્ટમાં કામ કરનારા તમામ શ્રમજીવીઓ સાથે તેમણે મુલાકાત કરી હતી.
ADVERTISEMENT