PM મોદીએ લીધી Odisha train Accident સ્થળની મુલાકાતઃ જાણો શું કહ્યું

ઓડિશાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે ઓડીશામાં બનેલી દૂર્ઘટનાને લઈને સ્થળ મુલાકાત કરવામાં આવી હતી. દરમિયાન દૂર્ઘટનાના સ્થળે પીએમ મોદીએ ચાલી રહેલા રાહત કાર્યોની સમીક્ષા…

PM Modi visit odisha, PM modi Odisha visit, Train Accident, Narendra Modi, Odisha Balasore, Railway Minister Ashwini Vaishnaw

PM Modi visit odisha, PM modi Odisha visit, Train Accident, Narendra Modi, Odisha Balasore, Railway Minister Ashwini Vaishnaw

follow google news

ઓડિશાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે ઓડીશામાં બનેલી દૂર્ઘટનાને લઈને સ્થળ મુલાકાત કરવામાં આવી હતી. દરમિયાન દૂર્ઘટનાના સ્થળે પીએમ મોદીએ ચાલી રહેલા રાહત કાર્યોની સમીક્ષા કરી હતી. તેમણે સ્થાનિક સત્તાવાળાઓ, રાહત દળોના કર્મચારીઓ અને રેલવે અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે આ દુર્ઘટનાના દુઃખને ઘટાડવા માટે ‘સમગ્ર સરકાર’ અભિગમ પર ભાર મૂક્યો હતો.

સ્વાસ્થ્ય મંત્રી સાથે કરી વાતઃ ઘાયલો અને તેમના પરિવારોને મદદની ખાતરી
PM એ સ્થળ પરથી કેબિનેટ સચિવ અને સ્વાસ્થ્ય મંત્રી સાથે વાત કરી. તેમણે તેમને ઘાયલો અને તેમના પરિવારોને જરૂરી તમામ મદદ પૂરી પાડવામાં આવે તેની ખાતરી કરવા જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે શોકગ્રસ્ત પરિવારોને અસુવિધાનો સામનો ન કરવો પડે અને અસરગ્રસ્તોને જરૂરી સહાય મળતી રહે તે માટે ખાસ કાળજી લેવી જોઈએ.

ઓડિશાના બાલાસોર જિલ્લામાં એક મોટી ટ્રેન દૂર્ઘટના થઈ ગઈ છે. 12841 શાલીમાર-ચેન્નાઈ કોરોમંડલ એક્સપ્રેસ (12841 Shalimar – Chennai Coromandel Express accident) એક માલગાડી સાથે અથડાઈ જે પછી ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ. આ ઘટનામાં અંદાજે 280 લોકો મૃત્યુ પામ્યાની આશંકા દર્શાવાઈ રહી છે, જ્યારે179થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ સામે આવી રહ્યા છે. તેને 2016 પછીની દેશમાં સૌથી મોટી ટ્રેન દૂર્ઘટના માનવામાં આવી રહી છે.

પીએમ મોદીએ મંત્રીને સ્થળ પરથી લગાવ્યો ફોન
અકસ્માતના સ્થળે પીએમ મોદીએ ચાલી રહેલા રાહત કાર્યની સમીક્ષા કરી અને આ દરમિયાન તેમને એક થઈને કામ કરવા કહ્યું. પીએમ મોદી પણ ઘટનાસ્થળે મોબાઈલ ફોન પર વાત કરતા જોવા મળ્યા હતા. PM એ કેબિનેટ સચિવ અને સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા સાથે ફોન પર સીધી વાત કરી હતી. તેમણે અધિકારીઓને લોકોની સારી સારવાર માટે વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યો હતો.

    follow whatsapp