PM Modi Total Income: જો તમને કોઈ એમ કહે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એકાઉન્ટમાં માત્ર 575 રૂપિયા જ છે, તો તમે કહેશો કે આ શું મજાક ચાલી રહી છે. પરંતુ આ કોઈ મજાક નહીં, સાચું છે. વાસ્તવમાં 31 માર્ચ 2023 સુધી પીએમ મોદીની જાહેર કરાયેલી સંપત્તિથી જાણવા મળે છે કે પીએમ મોદીએ ન તો કોઈ શેરમાં રોકાણ કર્યું છે અને ન તો કોઈ મ્યુચ્યુ્લ ફંડમાં રોકાણ કર્યુ છે, અહીં સુધી કે પીએમ મોદીના નામે કોઈ કાર પણ નથી.
ADVERTISEMENT
PMOની વેબસાઈટથી મળી તમામ જાણકારી
વાસ્તવમાં આ તમામ જાણકારી વડાપ્રધાન કાર્યાલય (PMO)ની વેબસાઈટ પર આપવામાં આવી છે. જેમાં પીએમ મોદીના એસેટ્સનું ડિક્લેરેશન કરવામાં આવ્યું છે. આ જાણકારી અનુસાર, પીએમ મોદી પાસે 4 સોનાની વીંટી છે અને તેની કિંમત રૂ.2,01,660 છે. તો બીજી બાજુ પીએમ મોદીના નામે કોઈ પ્રોપર્ટી પણ નથી.
બેંકમાં છે માત્ર 574 રૂપિયા
જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાસે માત્ર 30,240 રોકડ છે અને બેંકમાં 574 રૂપિયા છે. જોકે, નરેન્દ્ર મોદીના નામે ઘણી FD છે. જેમાં 2 કરોડ 47 લાખ 44 હજાર છે. તો પોસ્ટ ઓફિસમાં નેશનલ સ્કીમ પીએમના નામે છે, જેની કિંમત 9 લાખ 19 હજાર છે. બેંકની વાત કરીએ તો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં પીએમ મોદીનું એકાઉન્ટ છે.
દર વર્ષે PMO આપે છે જાણકારી
તો આ એવી જાણકારી છે કે જે વડાપ્રધાન કાર્યાલયે પીએમ મોદી વિશે આપી છે. આ માહિતી 31 માર્ચ 2023 સુધીની છે. પીએમ મોદીની પાસે કુલ 2 કરોડ 58 લાખ 96 હજાર રૂપિયાની ટોટલ સંપત્તિ છે. આ જાણકારી દર વર્ષએ PMO તરફથી આપવામાં આવે છે. જો ગયા વર્ષની સરખામણી કરીએ તો પીએમ મોદીની સંપત્તિમાં 4 ટકાનો વધારો જોવા મળ્યો છે.
ADVERTISEMENT