અયોધ્યાઃ આજે વડાપ્રધાન મોદી કાળી ચૌદસના પર્વ નિમિત્તે અયોધ્યામાં રહેશે, તેવામાં આ દિવાળીના પાવન પર્વમાં સમગ્ર અયોધ્યા રામમય બની ગઈ છે. દીપોત્સવની અદ્દભુત પવિત્રતા અત્યારે આસપાસના વિસ્તારોમાં પ્રસરી રહી છે. રામકથા પાર્કને રાજભવનની જેમ શણગારવામાં આવ્યો છે. ભગવાન શ્રી રામ અને માતા સીતા અને ત્રણેય ભાઈઓ રવિવારે સાંજે પુષ્પક વિમાન રૂપી હેલિકોપ્ટરમાં અહીં ઉતરશે ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે તેમનું સ્વાગત કરશે. ત્યારપછી ભગવાન શ્રી રામનો રાજ્યાભિષેક થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહર્ષિ વશિષ્ઠની ભૂમિકામાં ભગવાન શ્રી રામનો રાજ્યાભિષેક કરીને આરતી ઉતારશે.
ADVERTISEMENT
ખાસ રેકોર્ડ પણ સ્થાપિત થશે
આ વખતે અયોધ્યાનો છઠ્ઠો દીપોત્સવ નવો રેકોર્ડ બનાવશે. પહેલીવાર વડાપ્રધાન મોદી આના સાક્ષી બનશે તો બીજી બાજુ 15 લાખ દીવા પ્રગટાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવવાની પણ અહીં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ઘણા દેશોના રાજદૂતો સાથે 10 હજાર લોકો આના સાક્ષી બનશે. રાજ્યાભિષેક દરમિયાન હેલિકોપ્ટરથી ફૂલોની વર્ષા કરવામાં આવશે. ભગવાન શ્રી રામના ગુણગાનથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠશે.
- સરયૂ બ્રિજ પર 20 મિનિટ સુધી આતિશબાજી થશે
- સરયૂ બ્રિજ પર લગભગ 20 મિનિટ સુધી ફટાકડા ફોડવામાં આવશે.
- PM, CM તેને સરયૂ કિનારે બનેલા સ્ટેજ પરથી જોશે.
- પૂલ અને ઘાટને ફૂલો વડે શણગારવામાં આવ્યા છે.
PM મોદી 5001 દીપ પ્રાગટ્ય કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામનગરીમાં 3 કલાક 20 મિનિટ રોકાવા જઈ રહ્યા છે. આ દરમિયાન તેઓ રામલલ્લાની પૂજા-અર્ચના કરશે. ત્યારપછી વડાપ્રધાન રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રનું નિરીક્ષણ પણ કરશે. તેવામાં લગભગ 6.10 વાગ્યે ભગવાન શ્રી રામના સ્વરૂપનો રાજ્યાભિષેક કરવામાં આવશે. ત્યારપછી વડાપ્રધાન મોદી સરયુ કાંઠે આરતીમાં હાજરી આપશે અને પછી રામની પીઠડીમાં દીપોત્સવમાં ભાગ લેશે.
અભૂતપૂર્વ, દિવ્ય-ભવ્ય દીપોત્સવનું આયોજન
અયોધ્યામાં આ પહેલીવાર છે જ્યારે વિશ્વના 8 દેશોની રામલીલાનું મંચન થશે. દેશ-વિદેશના 1800 થી વધુ લોક કલાકારો દીપોત્સવની શોભા વધારશે.
15 લાખ દીવા પ્રગટાવતા જ બનશે ખાસ રેકોર્ડ
અયોધ્યા રવિવારે ભગવાન શ્રી રામના ચરણોમાં 15 લાખ દીવા પ્રગટાવીને નવો વિશ્વ રેકોર્ડ બનાવવાની તૈયારી કરી રહી છે. આ માટે ગીનીસ બુક ઓફ રેકોર્ડની ટીમ હાજર રહેશે. રેકોર્ડ બનાવવા માટે 5 મિનિટ સુધી સતત 15 લાખ દીવા પ્રગટાવવા જરૂરી છે. આ ઉપરાંત, 40 મિનિટની અંદર તમામ દીવા પ્રગટાવવા પડશે.
ADVERTISEMENT