Last Council of Ministers Meeting: PM ની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રી પરિષદની યોજાઇ બેઠક, આ બાબતો પર થઈ ચર્ચા

આજ રોજ PM મોદીની અધ્યક્ષતામાં ભાજપના મુખ્યાલયમાં કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠક યોજાઈ હતી. મુખ્ય રૂપે આ બેઠકમાં 'વિકસિત ભારત 2047' માટેના વિઝન ડોક્યુમેન્ટ અને આગામી 5 વર્ષ માટે વિગતવાર એક્શન પ્લાન પર ચર્ચા કરવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે.

Last Council of Ministers Meeting

મંત્રી પરિષદ સાથેની આ છેલ્લી બેઠક હોય શકે

follow google news

PM Modi to Chair Last Council of Ministers Meeting: આજ રોજ PM મોદીની અધ્યક્ષતામાં  ભાજપના મુખ્યાલયમાં કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠક યોજાઈ હતી. મુખ્ય રૂપે આ બેઠકમાં 'વિકસિત ભારત 2047' માટેના વિઝન ડોક્યુમેન્ટ અને આગામી 5 વર્ષ માટે વિગતવાર એક્શન પ્લાન પર ચર્ચા કરવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે.

મંત્રી પરિષદ સાથેની આ છેલ્લી બેઠક હોય શકે

આગામી લોકસભા ચૂંટણી હવે નજીક છે અને એવામાં તમામ રાકીય પક્ષોની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન આજે વડાપ્રધાનની અધ્યક્ષતામાં ભાજપ મુખ્યાલય ખાતે કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની પણ હાજરી જોવા મળી હતી. વડાપ્રધાન મોદીના બીજા કાર્યકાળની મંત્રી પરિષદ સાથેની આ છેલ્લી બેઠક માનવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં આવનારા પાંચ વર્ષ માટે વિગતવાર એક્શન પ્લાન પર અને  'વિકસિત ભારત 2047' માટેના વિઝન પર ચર્ચા કરવામાં આવી હતી.

આજની આ બેઠકમાં શું ચર્ચા કરવામાં આવી

મળતી જાણકારી અનુસાર, આજની આ બેઠકમાં  મે 2024માં નવી સરકારની રચના બાદ યોજનાઓ પર તાત્કાલિક પગલાં લેવા માટે 100 દિવસના એજન્ડા પર પણ ચર્ચા કરવામાં આવી હતી.  તેમાં તમામ મંત્રાલયો અને રાજ્ય સરકારો, શિક્ષણવિદો, ઉદ્યોગ સંસ્થાઓ, નાગરિક સમાજ અને વૈજ્ઞાનિક સંસ્થાઓ સાથે વ્યાપક ચર્ચા થઇ હતી. આ માટે વિવિધ સ્તરે 2700 થી વધુ બેઠકો, વર્કશોપ અને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. 20 લાખથી વધુ યુવાનો પાસેથી સૂચનો મળ્યા હતા. 'વિકસિત ભારત 2047'ના ધ્યેયોમાં આર્થિક વૃદ્ધિ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDG), જીવનની સરળતા, વ્યવસાય કરવામાં સરળતા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સામાજિક કલ્યાણ જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. 
 

    follow whatsapp