મારા દિલની પીડા હું કોઈને કહી શકું એમ નથી…જાણો PM મોદીએ કેમ આવું કહ્યું!

આજે સમગ્ર દેશ આઝાદીના 75 વર્ષ પૂરા થયા એની ઉજવણીમાં મગ્ન છે. આ દરમિયાન લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ દરમિયાન…

gujarattak
follow google news

આજે સમગ્ર દેશ આઝાદીના 75 વર્ષ પૂરા થયા એની ઉજવણીમાં મગ્ન છે. આ દરમિયાન લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ દરમિયાન 21 તોપોની સલામી અપાઈ હતી. ત્યારપછી નરેન્દ્ર મોદી રાષ્ટ્રજોગ સંબોધનમાં ભાવુક થઈ ગયા હતા. તેમણે લાલ કિલ્લા પરથી મહિલાઓના સન્માનનો મુદ્દો ઉઠાવ્યો હતો. આની સાથે રાષ્ટ્રીય મિશન અંતર્ગત ‘PM સ્વાસ્થ્ય મિશન’નો ઉલ્લેખ પણ કર્યો હતો.

મહિલાઓનું અપમાન થતા હું જોઈ નથી શકતો- વડાપ્રધાન મોદી
નારી શક્તિના સન્માન અને ગૌરવની વાત કરતા સમયે વડાપ્રધાન મોદી ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે હું અત્યારે તમારા બધાની સમક્ષ મારા દિલની પીડાનું વર્ણન કરીશ. હું જાણું છું કે આ લાલ કિલ્લાનો વિષય ન હોઈ શકે. પરંતુ મારા અંદર દર્દ છલકાઈ રહ્યું છે. અત્યારે ઘણા લોકોમાં એક વિકૃતી આવી ગઈ છે, તેમના બોલવા ચાલવામાં શબ્દોમાં..નારીનું અપમાન કરવાની. શું આપણે રોજિંદા જીવનમાં નારીનું અપમાન ન કરવાની સાથે સન્માન જાળવવાનો સંકલ્પ લઈ શકીએ છીએ! નારીનું ગૌરવ જળવાયેલું રહેશે તો પોતાના સપના પૂરા કરવામાં આ મોટુ રોકાણ બનીને રહેશે.

સતત 9મી વાર ‘સાફાનો રંગ’ બદલ્યો
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સોમવારે સતત 9મી વાર લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ દરમિયાન તેઓ તિરંગાઓની ડિઝાઈન વાળો સાફો પહેરીને ધ્વજવંદન કરવા આવ્યા હતા. નોંધનીય છે કે અગાઉ પણ સતત 8 વર્ષથી (2014થી 2022) PM મોદી વિવિધ ડિઝાઈનવાળા સાફા પહેરીને લાલ કિલ્લા પર આવ્યા છે અને રાષ્ટ્રધ્વજને ફરકાવ્યો છે. વળી આ વર્ષે 15મી ઓગસ્ટનો દિવસ વધારે ખાસ રહેશે કારણ કે ભારત આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. આ હર ઘર તિરંગા ઉત્સવની સાથે સમગ્ર ભારતના નાગરિકો દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા છે.

    follow whatsapp