PM Modi News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ગ્રીસ પ્રવાસ બાદ શનિવારે બેંગલુરુ પહોંચ્યા અને ISROના વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરી. આ દરમિયાન પીએમ મોદીએ ત્યાં હાજર વૈજ્ઞાનિકોને સંબોધિત કર્યા અને ચંદ્રયાન-3ના સફળ મિશન માટે અભિનંદન આપ્યા. આ પછી જ્યારે PM મોદી દિલ્હી પહોંચ્યા તો તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ દરમિયાન ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ભાજપના તમામ નેતાઓ હાજર રહ્યા હતા. PM મોદી જ્યારે પાલમ એરપોર્ટ પર સંબોધન કરી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિ બેભાન થઈને પડી ગયો હતો, જેને PMની ડૉક્ટર ટીમે સારવાર આપી હતી.
ADVERTISEMENT
PMએ પોતાના ડોક્ટરોને આ આદેશ આપ્યો
હકીકતમાં, જ્યારે વડાપ્રધાન મોદી લોકોને સંબોધિત કરી રહ્યા હતા, તે દરમિયાન ત્યાં એક વ્યક્તિ બેભાન થઈ ગયો. પીએમ મોદીની નજર આ વ્યક્તિ પર પડતાં જ તેમણે કહ્યું, ‘મારી સાથે જે ડોક્ટરોની ટીમ છે, જરા તેમને ત્યાં મોકલી દો. ડૉક્ટ જરા જોઈએ લો તેમને. તેમને હાથ પકડીને ક્યાંક લઈ જાઓ, તેમને બેસાડો અને તેમના જૂતા વગેરે ઉતારી નાખો.’
એરપોર્ટ પર લોકોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, ‘મારું સૌભાગ્ય છે કે તમે બધા અહીં આટલા મોટા પ્રમાણમાં આવ્યા અને ચંદ્રયાનની સફળતાની ઉજવણી કરી અને મને પણ ઉજવણીનો ભાગ બનવાનું સૌભાગ્ય મળ્યું. આ માટે હું તમને બધાને અભિનંદન આપું છું.
ચંદ્રયાનનો ઉલ્લેખ કર્યો
વડા પ્રધાને કહ્યું, ‘આજે જે પોઈન્ટ પર ચંદ્રયાન-3 લેન્ડ કરવામાં આવ્યું છે તેને એક નામ આપવામાં આવ્યું છે અને તે નામ આપવામાં આવ્યું છે – શિવશક્તિ. આજે જ્યારે શિવની વાત છે, શુભમ થાય છે અને શક્તિની વાત થાય છે, ત્યારે મારા દેશની નારી શક્તિની વાત થાય છે. શિવની વાત આવે ત્યારે હિમાલય મનમાં આવે છે અને જ્યારે શક્તિની વાત આવે છે ત્યારે કન્યાકુમારીનો ખ્યાલ આવે છે. હિમાલયથી કન્યાકુમારી સુધીની આ ભાવનાને પ્રતિબિંબિત કરવા માટે શિવશક્તિ નામ નક્કી કરવામાં આવ્યું છે.
G20 માટે લોકોને અપીલ
વડાપ્રધાન મોદીએ કહ્યું, ‘ભારત G-20ની અધ્યક્ષતા કરી રહ્યું છે, તેથી 5 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી દિલ્હીમાં ઘણી બધી ગતિવિધિઓ થશે. આવનારા દિવસોમાં થોડી અગવડ પડી શકે છે, તેથી હું આજે જ દિલ્હીની જનતાની માફી માંગુ છું. હું આગ્રહ કરું છું કે મહેમાનો આવશે, તેઓ આપણા બધાના છે, આપણને થોડી અસુવિધા થશે. તેથી, એક પરિવાર તરીકે, વિનંતી છે કે આ G-20 ભવ્ય, રંગીન, આપણી આખી દિલ્હી રંગીન હોવી જોઈએ. અમારા દિલ્હીના તમામ ભાઈ-બહેનો આ કામ બતાવશે. આ મારો સંપૂર્ણ વિશ્વાસ છે.
ADVERTISEMENT