PM Modi in Ayodhya: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે અયોધ્યા પહોંચ્યા હતા. અહીં તેમણે રેલવે સ્ટેશન અને એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સિવાય તેમણે 15 હજાર કરોડ રૂપિયાથી વધુની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો. આ દરમિયાન તેમણે કાર્યક્રમને સંબોધતા દેશવાસીઓને 22 જાન્યુઆરીએ અયોધ્યા ન આવવાની અપીલ કરી હતી.
ADVERTISEMENT
અયોધ્યામાં હોટલ-ગેસ્ટ હાઉસ ફુલ
હકીકતમાં, 22 જાન્યુઆરી, 2024 ના રોજ, અયોધ્યામાં પૂર્ણ થયેલા ભવ્ય રામ મંદિરમાં મુખ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન કરવામાં આવશે. જેને લઈને દેશભરના રામ ભક્તો ઉત્સાહિત છે. કાર્યક્રમ માટે મોટી સંખ્યામાં લોકો અયોધ્યા પહોંચી રહ્યા છે. જિલ્લાની તમામ હોટલો અને ગેસ્ટ હાઉસ પહેલેથી જ ભરાઈ ગયા છે. ટ્રેન અને બસની ટિકિટ પણ બુક થઈ ગઈ છે. ભીડને જોતા વહીવટીતંત્ર પણ લોકોને ધીરજ રાખવાની અપીલ કરી રહ્યું છે. આ ક્રમમાં હવે પીએમ મોદીએ પણ લોકોને અપીલ કરી છે.
દેશવાસીઓને PMએ કરી અપીલ
અયોધ્યામાં પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, મારા તમામ દેશવાસીઓને મારી એક વધુ વિનંતી છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે 22મી જાન્યુઆરીએ યોજાનાર કાર્યક્રમના સાક્ષી બનવા માટે પોતે અયોધ્યા આવે, પરંતુ તમે એ પણ જાણો છો કે દરેક વ્યક્તિ માટે આવવું શક્ય નથી. દરેક માટે અયોધ્યા પહોંચવું ખૂબ જ મુશ્કેલ છે અને તેથી, હું મારા હાથ જોડીને તમામ રામ ભક્તોને, દેશભરના રામ ભક્તોને અને ઉત્તર પ્રદેશના રામ ભક્તોને પ્રાર્થના કરું છું.
તેમણે કહ્યું કે, મારી વિનંતી છે કે એક વખત 22મી જાન્યુઆરીએ ઔપચારિક કાર્યક્રમ પૂર્ણ થઈ જાય પછી તેઓ તેમની અનુકૂળતા મુજબ 23મી તારીખ પછી અયોધ્યા આવે. 22મીએ અયોધ્યા આવવાનું પ્લાન ન કરો. ભગવાન રામજીને તકલીફ થાય, એવું આપણે ભક્યો ક્યારેય ન કરી શકીએ. ભગવાન રામ આવી રહ્યા છે તો ચાલો આપણે પણ થોડા દિવસ રાહ જોઈએ. 550 વર્ષ રાહ જોઈ છે, હજુ થોડા દિવસો રાહ જુઓ.
‘આખી દુનિયા 22 જાન્યુઆરીની રાહ જોઈ રહી છે’
પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનો ઉલ્લેખ કરતા કહ્યું, ‘આજે સમગ્ર વિશ્વ 22 જાન્યુઆરીની ઐતિહાસિક ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. આવી સ્થિતિમાં અયોધ્યાના લોકોમાં ભારે ઉત્સાહ હોય તે સ્વાભાવિક છે. હું ભારતની ધરતીના દરેક કણ અને ભારતની દરેક વ્યક્તિનો ઉપાસક છું. હું પણ તમારી જેમ ઉત્સુક છું. આપણા બધાનો આ ઉત્સાહ અને ઉમંગ અયોધ્યાના રસ્તાઓ પર સંપૂર્ણપણે દેખાઈ રહ્યો હતો. એવું લાગી રહ્યું હતું કે જાણે આખું અયોધ્યા શહેર રસ્તા પર આવી ગયું હતું. આ પ્રેમ અને આશીર્વાદ માટે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ દરમિયાન પીએમ મોદીએ ત્રણ વખત ‘સિયાવર રામ ચંદ્ર કી જય’ ના નારા લગાવ્યા.
ADVERTISEMENT