દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવતા સમયે કહ્યું કે આપણે પાંચ સંકલ્પ લેવા પડશે તો જ સ્વતંત્રતા પ્રેમીઓના સપના સાકાર થશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ 83 મિનિટ સુધીના ભાષણમાં દેશભક્તિને લઈને મોટા નિવેદનો આપ્યા છે. પીએમએ કહ્યું કે જો આપણે આપણી પીઠ થપથપાવતા રહીશું તો આપણા સપના ઘણા દૂર જશે. એટલા માટે આપણે ગમે તેટલો સંઘર્ષ કર્યો હોય, આજે જ્યારે આપણે અમૃતકાળમાં પ્રવેશી રહ્યા છીએ, ત્યારે આગામી 25 વર્ષ આપણા દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ADVERTISEMENT
PM મોદીએ કહ્યું આજે હું લાલ કિલ્લા પરથી 130 કરોડ લોકોને સંબોધુ છું. મિત્રો, મને લાગે છે કે આવનારા 25 વર્ષ માટે પણ આપણે આપણા સંકલ્પો આ પાંચ પ્રણ પર કેન્દ્રિત કરવાના છે. 2047માં આઝાદીના 100 વર્ષ થશે ત્યારે પાંચ પ્રાણના સંદર્ભમાં સ્વતંત્રતા પ્રેમીઓના તમામ સપનાઓને સાકાર કરવાની જવાબદારી આપણે ઉપાડવાની છે.
ADVERTISEMENT