નવી દિલ્હી : રાષ્ટ્રપતિના અભિભાષણ પર PM મોદીની પ્રતિક્રિયા, કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓનું ભાષણ શરૂ થાય તે પહેલા જ જય શ્રી રામના નારા લાગ્યા હતા. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા ભારે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ દ્વારા જેપીસીના નારા લગાવવામાં આવ્યા હતા. તેઓ સતત જેપીસીના નારાઓ લગાવી રહ્યા હતા. કોંગ્રેસ દ્વારા વોકઆઉટ કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
પીએમએ કહ્યું કે, રાષ્ટ્રપતિના ભાષણ પર મને અનેકવાર ધન્યવાદ કરવાની તક મળી છે. હું ધન્યવાદની સાથે સાથે રાષ્ટ્રપતિ મહોદયાજીને અભિનંદન આપવા માંગુ છું. પોતાના વિઝનરી ભાષણમાં રાષ્ટ્રપતિજીએ આપણને તથા દેશવાસીઓને માર્ગદર્શન પુરૂ પાડ્યું છે. ગણતંત્રના મુખિયા તરીકે તેમની હાજરી ઐતિહાસિક પણ છે અને દેશની કોટીકોટી બહેન બેટીઓ માટે ખુબ જ મોટું પ્રેરણાનો અવસર છે. આદરણીય રાષ્ટ્રપતિ મહોદયાએ આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું જ છે પરંતુ આજે આઝાદીના આટલા વર્ષો બાદ આદિવાસી સમાજમાં જે ગૌરવની અનુભુતી થઇ રહી છે તેમનો જે આત્મવિશ્વાસ વધ્યો છે અને તેના માટે આ સદન અને દેશ તેમનો આભારી રહેશે.
રાષ્ટ્રપતિજીના ભાષણમાં સંકલ્પથી સિદ્ધિ સુધીની યાત્રાનો ખુબ જ ઉત્તમ રીતે એક આયોજન દર્શાવાયું. દેશને એકાઉન્ટ અને ઇન્સ્પિરેશન બંન્ને આપવામાં આવ્યા. અહીં તમામ માનનીય સભ્યોએ આ ચર્ચામાં હિસ્સો લીધો. દરેકે પોતપોતાના આંકડા આપ્યા- તર્ક આપ્યા અને પોતાની રુચી પ્રવૃતિ પ્રકૃતિ અનુસાર બધાએ પોતપોતાની વાતો રજુ કરી. આ વાતોને ધ્યાનથી સાંભળીએ અને સમજવાનો પ્રયાસ કરીએ તો ધ્યાનમાં આવે છે કે, કોની કેટલી ક્ષમતા છે, કોની કેટલી યોગ્યતા છે અને કોની કેટલી સમજ છે અને કોનો શું ઇરાદો છે. આ બધી જ વાતો પ્રકટ થાય જ છે. દેશ સારી રીતે તેનું મુલ્યાંકન પણ કરે છે. હું ચર્ચામાં રહેલા તમામ માનનીય સભ્યોનો હૃદયથી આભાર વ્યક્ત કરૂ છું.
ADVERTISEMENT