Gandhi Jayanti: આજે ગાંધી જયંતિ (2 ઓક્ટોબર) છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભા સ્પીકર ઓમ બિરલા, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે સક્સેના સહિત અનેક નેતાઓએ રાજઘાટ પહોંચીને બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી.
ADVERTISEMENT
આ પહેલા પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, ગાંધી જયંતિના ખાસ અવસર પર હું મહાત્મા ગાંધીને વંદન કરું છું. તેમની કાલજયી શિક્ષાઓ આપણા માર્ગને પ્રકાશિત કરતી રહે છે. મહાત્મા ગાંધીનો પ્રભાવ વૈશ્વિક છે, જે સમગ્ર માનવજાતને એકતા અને કરુણાની ભાવનાને અનુસરવા માટે પ્રેરણા આપે છે. તેમના સપનાને સાકાર કરવા માટે આપણે હંમેશા કામ કરતા રહીએ. તેમના વિચારો દરેક યુવાનોને તે પરિવર્તનના વાહક બનવા માટે સક્ષમ બનાવે જેનું તેમણે સ્વપ્ન જોયું હતું, જેથી દરેક જગ્યાએ એકતા અને સંદભાવને પ્રોત્સાહન મળે.
CM ભૂપેન્દ્ર પટેલે કીર્તિ મંદિરમાં પ્રાર્થના સભામાં આપી હાજરી
જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોરબંદરમાં આવેલા કીર્તિ મંદિર ખાતેની પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહીને બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સાથે તેમણે ટ્વીટ કર્યું હતું, વિશ્વને સત્ય અને અહિંસાનો શાશ્વત સંદેશ આપનાર, ઉચ્ચ જીવનમૂલ્યો અને સાદગીના પર્યાય પ્રાત:સ્મરણીય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને જન્મજયંતી અવસરે કોટિ કોટિ વંદન.
પૂજ્ય બાપુએ દુનિયાને સત્યાગ્રહનું શસ્ત્ર આપ્યું. સત્યના પક્ષે રહીને પ્રચંડ શક્તિશાળી સેનાઓ સામે પણ અડગ બનીને રહેતા શીખવાડ્યું. બાપુનું જીવન માનવજાત માટે પ્રેરણાનો ચિરંજીવ સ્રોત બની રહેશે.
ADVERTISEMENT