PM મોદીને મળ્યા GOOGLE ના CEO સુંદર પીચાઇ, કહ્યું તમારી પાસેથી ખુબ પ્રેરણા મળી

નવી દિલ્હીઃ ગૂગલના CEO સુંદર પિચાઇએ સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. સુંદર પિચાઇએ ટ્વીટ કરી આ મુલાકાત અંગે માહિતી આપી હતી. પિચાઈએ…

gujarattak
follow google news

નવી દિલ્હીઃ ગૂગલના CEO સુંદર પિચાઇએ સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. સુંદર પિચાઇએ ટ્વીટ કરી આ મુલાકાત અંગે માહિતી આપી હતી. પિચાઈએ ટ્વીટમાં લખ્યું કે, આજની શાનદાર મુલાકાત માટે ધન્યવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી. તમારા નેતૃત્વમાં ટેક્નિકલ ક્ષેત્રે પરિવર્તનની તીવ્ર ગતિને જોઈને પ્રેરણા મળે છે. આપણી મજબૂત ભાગીદારીને યથાવત રાખવા અને તમામ માટે કામ કરનારા એક ખુલ્લા, કનેક્ટેડ ઈન્ટરનેટને આગળ વધારવા માટે ભારતની G20 અધ્યક્ષતાનું સમર્થન કરવા માટે અમે તત્પર છીએ.

ટેક જાયાન્ટ કંપની ગૂગલે પોતાના Google For India 2022 ઈવેન્ટની શરૂઆત કરી છે. આ ઈવેન્ટને સોમવારે બપોરે 12 વાગ્યે શરૂ કરાઈ હતી. સોમવારે ગૂગલ ફોર ઈન્ડિયામાં સુંદર પિચાઇ અને માહિતી અને પ્રસારણ તથા ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતમાં AI અને AI આધારિત સોલ્યુશનને લઈને વાતચીત કરી હતી. પિચાઇએ IT મંત્રી અશ્વિની વૈષ્ણવની સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, કંઈક એવું બનાવવું સહેલું છે જે આખા દેશમાં ફેલાયું હોય અને આ જ તે પ્રસંગ છે જે ભારતની પાસે છે.

IT મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવની સાથે થયેલી વાતચીતને લઈને સુંદર પિચાઇએ ટ્વીટ કર્યું કે- આજે થયેલી વાતચીત માટે અશ્વિની વૈષ્ણવનો આભાર. આ વાતચીતને મોડરેટ કરવા માટે શ્રદ્ધા શર્માનો પણ આભાર. એઆઈ, સ્ટાર્ટઅપ્સ અને ટેક્નોલોજીની આગામી પેઢીની સાથે હાલ ભારતમાં થઈ રહેલી તમામ રોમાંચક વસ્તુથી ઉત્સાહિત છું.

    follow whatsapp