કર્ણાટક: પ્રોજેક્ટ ટાઈગરના 50 વર્ષ પૂરા થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકના બાંદીપુર અને મુદુમલાઈ ટાઈગર રિઝર્વ પહોંચ્યા. આ દરમિયાન તેણે બાંદીપુર ટાઈગર રિઝર્વમાં સફારીની મજા માણી હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા લુકમાં જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
પીએમ મોદીએ મુદમલાઈ ટાઈગર રિઝર્વમાં થેપ્પાકડૂ હાથી કેમ્પની મુલાકાત લીધી હતી. આ તે જ હાથી કેમ્પ છે, જેમાં ઓસ્કર વિજેતા ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ’વાળો રધુ પણ રહે છે.
‘ધ એલિફન્ટ વ્હીસ્પરર્સ’ ભારતની પહેલી ડોક્યુમેન્ટ્રી છે, જેને ઓસ્કારથી સન્માનિત કરવામાં આવી છે. આ ફિલ્મે વિદેશી મંચ પર એવી ખ્યાતિ હાંસેલ કરી છે, જે અત્યાર સુધી કોઈને મળી નથી. ફિલ્મ એક કપલની કહાણીને દર્શાવે છે, જે એક હાથીના બચ્ચાને પોતાના સંતાનની જેમ ઉછેરે છે.
આ પ્રવાસ પ્રોજેક્ટ ટાઈગરના 50 વર્ષ પૂરા થવાના ઉપલક્ષ્યમાં આયોજિત કરાયો હતો. પીએમ મોદીએ અહીં કેમેરાથી ઘણી તસવીરો ક્લિક કરી હતી. હાથીને પોતાના હાથથી શેરડી ખવડાવી અને દૂરબીનની મદદથી નજારાનો પણ આનંદ માણ્યો હતો.
કર્ણાટક પ્રવાસ સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ન્યૂ લૂકમાં જોવા મળ્યા હતા. પીએમ મોદીએ ખાખી રંગના પેન્ટ સાથે પ્રિન્ટેડ ટી-શર્ટ પહેર્યું હતું. તેમાં કાળા રંગની ટોપી અને કાળા રંગના જૂતા પહેરેલા હતા અને હાથમાં જેકેટ પણ પકડેલું હતું.
ADVERTISEMENT