PM Modi Meditation: 45 કલાકનું મૌનવ્રત... ઉપવાસ...વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કઠોર તપસ્યા શરૂ

PM Modi Kanniyakumari Meditation : 45 કલાકની કઠોર તપસ્યા, ન ખાવાનું કે ન બોલવાનું, માત્ર નારિયેળ પાણી અને પ્રવાહી જ લેવાનું… આ પ્રણ લીધો છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, જેઓ ત્રણ દિવસની આધ્યાત્મિક યાત્રા પર ચાલ્યા ગયા છે.

PM મોદીની 'કઠોર તપસ્યા'

PM Modi Meditation

follow google news

PM Modi Kanniyakumari Meditation :  45 કલાકની કઠોર તપસ્યા, ન ખાવાનું કે ન બોલવાનું, માત્ર નારિયેળ પાણી અને પ્રવાહી જ લેવાનું… આ પ્રણ લીધો છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, જેઓ ત્રણ દિવસની આધ્યાત્મિક યાત્રા પર ચાલ્યા ગયા છે. 4 જૂને લોકસભા ચૂંટણી 2024ની મતગણતરી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ સંકલ્પ આખા દેશમાં ચર્ચાનો વિષય બની ગયો છે. તેઓ ગઈકાલે કન્યાકુમારી પહોંચ્યા હતા અને રોક મેમોરિયલ પહોંચ્યા.

હેલિકોપ્ટરમાં પહોંચ્યા કન્યાકુમારી

તેઓ તિરુવનંતપુરમથી કન્યાકુમારી હેલિકોપ્ટર દ્વારા પહોંચ્યા અને સડક માર્ગે ધ્યાન મંડપમ રોક મેમોરિયલ સુધી ગયા. અહી સૌથી પહેલા તેમણે ભગવતી દેવી અમ્માન મંદિરના દર્શન કર્યા. તેમનો સંકલ્પ શરૂ કરતા પૂજા અર્ચના કરી. આ દરમિયાન તેઓએ દક્ષિણ ભારતમાં પહેરવામાં આવતા પરંપરાગત કપડા સફેદ મુંડું, જેને લુંગીને જેમ પહેરવામાં આવે છે. દક્ષિણ ભારતની સંસ્કૃતિનું પ્રતિક એવી શાલ ઓઢી. આ દરમિયાન તેઓ એકદમ શાંત જોવા મળ્યા. 

2 હજાર પોલીસ કર્મચારીઓએ સુરક્ષા સંભાળી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 3 દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાની જવાબદારી 2 હજાર પોલીસકર્મીઓએ ઉઠાવી છે. રોક મેમોરિયલ અને તેની આસપાસના પ્રવાસન સ્થળો 3 દિવસ માટે પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. પોલીસ કર્મચારીઓ ઉપરાંત ડ્રોન વડે વિસ્તાર પર નજર રાખવામાં આવશે. કોસ્ટલ સિક્યોરિટી ટીમ, કોસ્ટ ગાર્ડ અને ઈન્ડિયન નેવી સમુદ્રમાંથી વડાપ્રધાન મોદી પર નજર રાખશે.

ગોઠવવામાં આવી કડક સુરક્ષા

સમગ્ર મંડપમ એટલી કડક સુરક્ષા હેઠળ છે કે એક માંખી પણ ત્યાં ઉડી શકતી નથી. માછીમારો અને નૌકાવિહાર કરનારાઓને પણ બીચ પર પહોંચવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી 2019 દરમિયાન પણ ચૂંટણી પ્રચારનો અંતિમ તબક્કો પૂરો થતાં જ તેઓ કેદારનાથ ગયા હતા, જ્યાં તેઓ લગભગ 17 કલાક સુધી રુદ્ર ગુફામાં ધ્યાનમાં લીન રહ્યા હતા.

    follow whatsapp