PM Modi LIVE: અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું PM મોદીના હસ્તે ઉદ્ધાટન સંપન્ન

PM Modi UAE Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે સંયુક્ત આરબ અમીરાત (UAE) ની રાજધાની અબુ ધાબીમાં છે.

વડાપ્રધાન મોદી ઉદ્ધાટન કરવા પહોંચ્યા અબુ ધાબી

PM Modi inaugurate abu dhabi Hindu temple

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિંદુ મંદિરનું ઉદ્ધાટન કરશે

point

વડાપ્રધાન મોદીએ અબુધાબીના શેખનો આભાર વ્યક્ત કર્યો

point

સ્વામીનારાયણના સંતોની હાજરીમાં થશે મંદિરનું ઉદ્ધાટન

PM Modi UAE Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે સંયુક્ત આરબ અમીરાત (UAE) ની રાજધાની અબુ ધાબીમાં છે. તેઓ બુધવારે અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. દરમિયાન તેઓ 42 દેશોના પ્રતિનિધિઓને પણ સંબોધિત કરશે. આ પહેલા મંગળવારે તેમણે અબુ ધાબીના શેખ જાયદ સ્ટેડિયમમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા હતા. વડાપ્રધાન બન્યા બાદ તેમની યુએઈની આ સાતમી મુલાકાત છે. પીએમ મોદીએ 2015માં પહેલીવાર UAEની મુલાકાત લીધી હતી. 34 વર્ષમાં આ પ્રથમ વખત હતું જ્યારે કોઈ ભારતીય વડાપ્રધાન યુએઈની મુલાકાતે ગયા હતા.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે સંયુક્ત આરબ અમીરાત (UAE)ની રાજધાની અબુ ધાબીમાં છે. તેઓ બુધવારે અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન તેઓ 42 દેશોના પ્રતિનિધિઓને પણ સંબોધિત કરશે. આ પહેલા મંગળવારે તેમણે અબુ ધાબીના શેખ જાયદ સ્ટેડિયમમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા હતા. વડાપ્રધાન બન્યા બાદ તેમની યુએઈની આ સાતમી મુલાકાત છે. પીએમ મોદીએ 2015માં પહેલીવાર UAEની મુલાકાત લીધી હતી. 34 વર્ષમાં આ પ્રથમ વખત હતો જ્યારે કોઈ ભારતીય વડાપ્રધાન યુએઈની મુલાકાતે ગયા હતા.

પીએમ મોદી અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિર પહોંચ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિર પહોંચ્યા છે. તેઓ ટૂંક સમયમાં મંદિરનું ઉદ્ઘાટન કરશે. તે પહેલા તેમણે અનેક સ્થાનિક અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. 

અક્ષય કુમાર અબુ ધાબી પહોંચ્યો

અભિનેતા અક્ષય કુમાર BAPS હિન્દુ મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લેવા માટે અબુ ધાબી પહોંચી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડા સમયમાં આ ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન કરશે. મંદિરના ઉદ્ઘાટનને લઈને દેશ અને દુનિયાભરના ભારતીયોમાં ઉત્સાહ છે.

BAPS હિન્દુ મંદિર 700 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે

અબુ ધાબીનું BAPS સ્વામિનારાયણ મંદિર 108 ફૂટ ઊંચું, 262 ફૂટ લાંબુ અને 180 ફૂટ પહોળું છે. તેને બનાવવામાં 700 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. મંદિરના નિર્માણમાં માત્ર ચૂનાના પથ્થર અને આરસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે મંદિરના નિર્માણ માટે 700 કન્ટેનરમાં 20,000 ટનથી વધુ પત્થરો અને માર્બલ અબુધાબી લાવવામાં આવ્યા હતા.

અબુ ધાબીનું હિન્દુ મંદિર 27 એકર જમીનમાં બનેલું છે

ઓગસ્ટ 2015માં UAE સરકારે અબુ ધાબીમાં મંદિર બનાવવા માટે 123.5 એકર જમીન ભેટમાં આપી હતી. આ પછી, 2019 માં, મંદિર માટે વધારાની 13.5 એકર જમીન આપવામાં આવી. આ રીતે એકંદરે આ મંદિર સંકુલ 27 એકર જમીનમાં બનેલું છે.

    follow whatsapp