Ram Mandir માંથી PM મોદીએ વિપક્ષ પર વરસાવ્યા વાક્બાણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિપક્ષ પર કરવામાં આવ્યા આકરા પ્રહાર રામ મંદિરના મામલાને વિપક્ષ સળગતો મુદ્દો સમજતું હતું દેશમાં સરકારોની ચુક રહી તેથી મંદિર મોડુ…

PM Modi speech live at ram mandir

PM Modi speech live at ram mandir

follow google news
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિપક્ષ પર કરવામાં આવ્યા આકરા પ્રહાર
  • રામ મંદિરના મામલાને વિપક્ષ સળગતો મુદ્દો સમજતું હતું
  • દેશમાં સરકારોની ચુક રહી તેથી મંદિર મોડુ બન્યું 

Ram Mandir Inauguration : રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પીએમ મોદીએ વિપક્ષી દળો પર પણ શાબ્દિક પ્રહાર કર્યા હતા. આ લોકો ભારતના સામાજિક ભાવને સમજી શક્યા નહોતા.

પ્રાણ પ્રતિષ્ઠા બાદ મોદીએ વિપક્ષ પર સાધ્યું નિશાન

PM Modi Speech : રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ વડાપ્રધાન મોદીએ વિપક્ષી દળો પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, કેટલાક લોકો કહેતા હતા કે, રામ મંદિરના નિર્માણથી આગ ભડકી જશે, જો કે તેમને ફરી વિચારવું પડશે કારણ કે રામ ભગવાન અગ્નિ નહી પરંતુ ઉર્જા છે.

#WATCH | Ayodhya: Prime Minister Narendra Modi says, "There was also a time when some people used to say 'Ram Mandir bana toh aag lag jaegi'…Such people could not understand the purity of India's social spirit. The construction of this temple of Ram Lalla is also a symbol of… pic.twitter.com/NgtASg6kbp

— ANI (@ANI) January 22, 2024

લોકો રામ મંદિરને સળગતો મુદ્દો સમજતા હતા

પીએમ મોદીએ વિપક્ષનું નામ લીધા વગર જ કહ્યું કે, તેવો પણ એક સમય હતો જ્યારે કેટલાકા લોકો કહેતા હતા કે રામ મંદિર બનશે તો આગ લાગી જશે. આ પ્રકારે લોકો ભારતના સામાજિક ભાવની પવિત્રતાને જાણી શક્યા નહોતા. રામલલાના આ મંદિરનું નિર્માણ ભારતીય સમાજના શાંતિ, ધેર્ય, આંતરિક સદ્ભાવ અને સમન્વયનું પણ પ્રતીક છે. આપણે જોતા રહ્યા છીએ કે, આ નિર્માણ કઇ આગને નહી પરંતુ ઉર્જાને જન્મ આપી રહ્યા છે.

રામલલા હવે ટેન્ટમાં નહી પરંતુ ભવ્ય મંદિરમાં રહેશે

તેમણે આગળ કહ્યું કે, અમારા રામલલા હવે ટેંટમાં નહી રહે. આપણા રામલલા હવે આ દિવ્ય અને ભવ્ય મંદિરમાં રહેશે. આજે રામ આવી ચુક્યા છે. મારો વિશ્વાસ છે અને અપાર શ્રદ્ધા છે કે જે ઘટી રહ્યું છે તેની અનુભૂતિ દેશના, વિશ્વના ખુણે ખુણામાં રામભક્તોને થઇ રહી હશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે અને પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત વિપક્ષના અનેક ટોપના નેતા આ સમારોહમાં જોડાયા નહોતા.

પીએમ મોદીએ શું કહ્યું?

PM મોદીએ કહ્યું કે, આજે આપણે સદીઓના તે ધેર્યની ધરોહર મળી છે. આજે અમે શ્રીરામનું મંદિર મળ્યું છે. સમગ્ર દેશ આજે દિવાળી માનવી રહ્યું છે. આજે સાંજે ઘરે ઘરે રામજ્યોતિ પ્રજ્વલિત કરવાની તૈયારી છે. તેમણે આગળ કહ્યું કે, આજે હું પ્રભુ શ્રી રામની ક્ષમા યાચના પણ કરૂ છું, અમારા પુરૂષાર્થમાં કંઇક તો કમી રહી હશે, આપણી તપસ્યામાં કંઇક ભુલ રહી હશે કે આટલી સદિઓ સુધી મંદિર નિર્માણ ન કરી શક્યા પરંતુ આજે તે કમી પુરી થઇ છે

    follow whatsapp