બેંગ્લુરૂ : કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન ગુરુવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું- મોદી એક ઝેરીલા સાપ જેવા છે. તમે તેને ઝેર માનો કે ન માનો, પણ તેનો સ્વાદ ચાખશો તો મરી જશો. તમે વિચારતા હશો કે શું આ ખરેખર ઝેર છે? મોદી એક સારા વ્યક્તિ છે, અમે જોઈશું કે તેમણે શું આપ્યું છે. જલદી તમે તેને ચાટશો, તમે સંપૂર્ણ રીતે સૂઈ જશો. ભાજપે તેમના નિવેદનની નિંદા કરી છે. જો કે, થોડા સમય બાદ આ નિવેદન પર વિવાદ થયો હતો, તેમનો ખુલાસો પણ આવ્યો હતો. તેમણે કહ્યું- મેં તેમના (પીએમ મોદી) વિશે આવું નથી કહ્યું. હું અંગત નિવેદનો કરતો નથી. મારો કહેવાનો મતલબ એ છે કે તેમની વિચારધારા સાપ જેવી છે, જો તમે તેને ચાટવાની કોશિશ કરશો તો મૃત્યુ નિશ્ચિત છે. હવે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે વડાપ્રધાન મોદી અંગે વિવાદિત નિવેદન આપ્યું છે. તમે વિચારી શકો છો કે શું આ સાચે જ ઝેર છે? મોદીએક સારા વ્યક્તિ છે તેમણે જે આપ્યું છે, તેને અમે જોઇશું. જો કે તમે જે પ્રકારે તેને ચાટશો તો સંપુર્ણ રીતે સુઇ જશો. તેમના આ નિવેદનની ભાજપે નિદાં કરી છે. જો કે આ નિવેદન અંગે વિવાદ થયા બાદ તેમને સ્પષ્ટતા પણ આવી ગઇ હતી. તેમણે કહ્યું કે, હું તેમના (પીએમ મોદી) અંગે આ વાત નથી કરી. હું વ્યક્તિગત્ત નિવેદન નથી આપતો. મારા કહેવાનો અર્થ છે કે, તેમની વિચારધારા સાપ જેવી છે, જો તમે તેને ચાટવાનો પ્રયાસ કરશો તો મોત થશે તે નક્કી છે.
ADVERTISEMENT
કર્ણાટકમાં જમીન ગુમાવી ચુકી છે ભાજપ
ભાજપ આઇટી સેલના હેડ અમિત માલવીયએ કહ્યું કે, તેમના આ નિવેદનથી કોંગ્રેસની હતાશા સ્પષ્ટ રીતે દેખાઇ રહી છે. તેમણે ખડગેનો વીડિયો ટ્વીટ કરતા લખ્યું કે, હવે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ વડાપ્રધાન મોદીને ઝેરી સાપ ગણાવ્યા. સોનિયા ગાંધીના મોતના સોદાગરથી આ શરૂ થયું. અને તેનો અંત કેવી રીતે થયો તો તે આપણે જાણીએ જ છીએ. કોંગ્રેસ સતત ખાઇમાં ઉતરી રહી છે. આ હતાશાથી ખબર પડે છે કે, કોંગ્રેસ કર્ણાટકમાં જમીન ગુમાવી રહી છે અને તે આ વાતને સારી રીતે જાણે છે.
શું સોનિયા કે રાહુલ ગાંધીની ગભરાઇ રહ્યા છો
મલ્લિકાર્જૂન ખડગે ગત્ત અઠવાડીયે કોંગ્રેસમાં પરિવારવાદના આરોપ અંગે ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, તમે (ભાજપ) તો પોતે પરિવારવાદ કરી રહ્યા છો અને બીજાને જ્ઞાન આપી રહ્યા છો. તેમણે ભાજપ પર ટિપ્પણી કરતા કહ્યું કે, ઉલટા ચોર કોટવાલ કો ડાટે જેવી સ્થિતિ છે. ભાજપના 36 લોકો એવા છે જેના સંબંધીઓ ચૂંટણી લડી રહ્યા છે. અહીં રાહુલ ગાંધીનો પરિવારવાદ શું છે? શું સોનિયા ગાંધી આ દેશના વડાપ્રધાન છે? શું તેઓ ક્યારે પણ વડાપ્રધાન બન્યા છે, શું રાહુલ ગાંધી મિનિસ્ટર બન્યા, ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર બન્યા ? શા માટે તેમનું વારેવારે નામ લઇ રહ્યા છો. શું તમે તેના નામથી ગભરાઓ છો. તેમના અંગે વારંવાર પરિવારવાદની વાતો કરો છો. તમે તેના પર ટિપ્પણીઓ કરીને મત માગવાને બદલે તમારા કામ અને સિદ્ધાંતો પર મત માગો.
કર્ણાટકમાં 10 મેના રોજ મતદાન
કર્ણાટકમાં 224 વિધાનસભા સીટો પર એક જ તબક્કામાં મતદાન થવાનું છે. અહીં 10 મેના રોજ મતદાન થશે. જ્યારે 13 મેના રોજ પરિણામ જાહેર કરી દેવામાં આવશે.
ADVERTISEMENT