Independence Day 2024 Live Updates: દેશ આજે 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. આ પછી રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે પીએમ નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા સેનાનીઓને યાદ કર્યા.
પીએમ મોદીને સ્વદેશી 105 એમએમ લાઈટ ફીલ્ડ ગનથી 21 તોપોની સલામી આપવામાં આવી.સમારોહમાં લગભગ 6000 ખાસ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. ખાસ કરીને અટલ ઈનોવેશન મિશન જેવી પહેલ સાથે સંકળાયેલા લોકો, મેરા યુવા ભારતના વોલંટિયર્સ, આદિવાસી સમુદાયના લોકો અને ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા.
ADVERTISEMENT
लाइव-ब्लॉग समाप्त हुया।
- 10:00 AM • 15 Aug 2024વન નેશન વન ઇલેક્શ પર PM મોદીએ શું કહ્યું?
પીએમ મોદીએ કહ્યું, ચૂંટણીઓ વારંવાર દેશની પ્રગતિને રોકી રહી છે. દરેક યોજના ચૂંટણીના રંગોથી રંગાયેલી હતી. તમામ પક્ષોએ પોતપોતાના વિચારો વ્યક્ત કર્યા છે. એક કમિટીએ અહેવાલ આપ્યો. વન નેશન વન ઇલેક્શન સામે આવ્યું. હું તમામ રાજકીય પક્ષોને આ સપનું સાકાર કરવા માટે સાથે આવવા કહું છું.
- 09:25 AM • 15 Aug 2024દેશમાં સેકુલર સિવિલ કોડ હોવો જોઈએઃ PM
લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ કહ્યું, આપણા દેશમાં સર્વોચ્ચ અદાલતે યુનિફોર્મ સિવિલ કોડની વાત કરી છે. વર્તમાન સિવિલ કોડ એક રીતે કોમ્યુનલ સિવિલ કોડ છે. આપણા બંધારણની ભાવના કહે છે કે દેશમાં આ વિષય પર ગંભીર ચર્ચા થવી જોઈએ. જે કાયદાઓ દેશને ધર્મના આધારે વિભાજિત કરે છે. આવા કાયદાઓ આધુનિક સમાજનું નિર્માણ કરતા નથી. દેશમાં સેક્યુલર સિવિલ કોડ હોવો જોઈએ, તો જ ધર્મના આધારે ભેદભાવથી મુક્તિ મળશે.
- 09:22 AM • 15 Aug 20242036 ઓલિમ્પિક ભારતમાં યોજાય તેવી ઈચ્છા
પીએમ મોદીએ કહ્યું કે આજે આપણી વચ્ચે એ યુવાનો બેઠા છે, જેમણે વિશ્વમાં ભારતો ધ્વજ લહેરાવ્યો છે. હું તેમને દેશવાસીઓ વતી અભિનંદન પાઠવું છું. G20નું આયોજન કરીને અમે બતાવ્યું કે ભારત સૌથી મોટા કાર્યક્રમોનું પણ આયોજન કરી શકે છે. ભારત ઈચ્છે છે કે 2036 ઓલિમ્પિક ભારતમાં યોજાય, તેના માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે.
- 09:14 AM • 15 Aug 2024રાક્ષસી કૃત્ય કરનારાઓને સજા થવી જોઈએ: PM મોદી
પીએમ મોદીએ કહ્યું, આજે હું લાલ કિલ્લા પરથી ફરી એકવાર મારી પીડા વ્યક્ત કરવા માંગુ છું. એક સમાજ તરીકે આપણે મહિલાઓ પર થતા અત્યાચારો અંગે ગંભીરતાથી વિચારવું પડશે. દેશમાં તેની સામે આક્રોશ છે. હું આ આક્રોશ અનુભવી શકું છું. દેશ, સમાજ અને રાજ્ય સરકારોએ આ બાબતને ગંભીરતાથી લેવી પડશે. મહિલાઓ સામેના અપરાધોની સત્વરે તપાસ થવી જોઈએ. રાક્ષસી કૃત્યને અંજામ આપનારાઓને વહેલી તકે સખત સજા થવી જોઈએ - સમાજમાં આત્મવિશ્વાસ કેળવવા માટે આ મહત્વપૂર્ણ છે.
પીએમ મોદીએ કહ્યું કે, હું એ પણ કહેવા માંગુ છું કે જ્યારે પણ મહિલાઓ પર દુષ્કર્મ કે અત્યાચારની ઘટનાઓ બને છે ત્યારે તેની વ્યાપક ચર્ચા થાય છે, પરંતુ જ્યારે આવી રાક્ષસી પ્રવૃત્તિ કરતા શખ્સને સજા મળે છે ત્યારે આ વાત સમાચારમાં નહીં પરંતુ એક ખૂણા સુધી જ સીમિત રહે છે. સમયની માંગ છે કે સજા થનારા શખ્સની વ્યાપક ચર્ચા થવી જોઈએ, જેથી કરીને પાપ કરનારાઓ સમજી શકે કે આવું કરવાથી ફાંસી થાય છે. મને લાગે છે કે આ ડર પેદા કરવો ખૂબ જ જરૂરી છે.
- 09:04 AM • 15 Aug 2024PM મોદીએ કરી મોટી જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી મોટી જાહેરાતો કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 5 વર્ષમાં મેડિકલની 75 હજાર સીટો વધારવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું કે, અમે છેલ્લા 10 વર્ષમાં મેડિકલ સીટોની સંખ્યા વધારીને અંદાજે એક લાખ કરી છે. લગભગ 25 હજાર યુવાનો મેડિકલ એજ્યુકેશન માટે વિદેશ જાય છે. એવા-એવા દેશમાં જવું પડી રહ્યું છે, જેને સાંભળું છું તો હું ચોંકી જાઉં છું. તેથી અમે નક્કી કર્યું છે કે મેડિકલ લાઈનમાં 75 હજાર નવી સીટો બનાવવામાં આવશે. વિકસિત ભારત 2047, 'સ્વસ્થ ભારત' પણ હોવું જોઈએ અને આ માટે અમે રાષ્ટ્રીય પોષણ મિશન શરૂ કર્યું છે.
- 08:36 AM • 15 Aug 2024બેંકિંગ ક્ષેત્રમાં ઘણા સુધારા કર્યાઃ પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું, બેંકિંગ સેક્ટરમાં જે સુધારો થયો છે. જરા વિચારો કે અગાઉ બેન્કિંગ સેક્ટરની શું હાલત હતી, ત્યાં કોઈ વિકાસ નહોતો, કોઈ વિસ્તરણ નહોતું, ન વિશ્વાસ વધતો હતો. અમે બેન્કિંગ સેક્ટરમાં ઘણા સુધારા કર્યા છે. આજે આપણી બેંકોએ વિશ્વની સૌથી મજબૂત બેંકોમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. જ્યારે બેંકિંગ મજબૂત બને છે, ત્યારે અર્થવ્યવસ્થાની તાકાત પણ વધે છે.
- 08:22 AM • 15 Aug 2024ભારતની વધી પ્રતિષ્ઠાઃ PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, આપણા દેશમાં આઝાદી તો મળી પરંતુ લોકોએ માઈ-બાપ કલ્ચરમાંથી પસાર થવું પડ્યું. આજે આપણે શાસનનું આ મોડલ બદલી નાખ્યું છે, આજે સરકાર પોતે લાભાર્થીના ઘરે ગેસનો ચૂલો, પાણી અને વીજળી પહોંચાડે છે. મારા દેશના યુવાનો ઈન્ક્રીમેન્ટલ પ્રગતિમાં વિશ્વાસ નથી રાખતા. તે છલાંગ મારી રહ્યા છે. દેશને આગળ લઈ જવા માટે નવી નીતિ બનાવવામાં આવી રહી છે. તેનાથી દેશની સિસ્ટમમાં વિશ્વાસ વધે છે. આજનું યુવાધન આ પરિવર્તન જોઈ રહ્યું છે. છેલ્લા 10 વર્ષમાં તેના સપનાને વેગ મળ્યો છે. એટલું જ નહીં આજે સમગ્ર વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધી છે.
- 08:17 AM • 15 Aug 2024સેના સર્જિકલ સ્ટ્રાઈક કરે છે ત્યારે ગર્વ થાય છેઃ PM મોદી
લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું, વિશ્વમાં સૌથી તેજ ગતિથી કરોડો લોકોનું વેક્સિનેશનનું કામ આપણા દેશમાં થયું. એક સમય હતો જ્યારે આતંકવાદીઓ આપણા દેશમાં આવીને આપણને મારીને જતા રહેતા હતા. હવે જ્યારે દેશની સેના સર્જિકલ સ્ટ્રાઈક કરે છે, જ્યારે દેશની સેના એર સ્ટ્રાઈક કરે છે ત્યારે દેશના યુવાનોની છાતી ગદ ગદ થઈ જાય છે.
- 08:15 AM • 15 Aug 2024'આ ભારતનો સુવર્ણકાળ છે, આ તકને જવા દેવી ન જોઈએ'
પીએમ મોદીએ કહ્યું, 'જ્યારે લાલ કિલ્લા પરથી કહેવામાં આવે છે કે દેશના 18 હજાર ગામડાઓને સમયસર વીજળી પહોંચાડવામાં આવશે અને તે કામ થઈ જાય છે, ત્યારે વિશ્વાસ વધુ મજબૂત બને છે. આ ભારતનો સુવર્ણકાળ છે, આ તકને જવા દેવી ન જોઈએ.
- 08:14 AM • 15 Aug 2024'આજે દેશ માટે જીવવા માટે પ્રતિબદ્ધ થવાનો સમય છે'
લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ કહ્યું, 'એક સમય હતો જ્યારે લોકો દેશ માટે મરવા માટે પ્રતિબદ્ધ હતા. આજે દેશ માટે જીવવા માટે પ્રતિબદ્ધ થવાનો સમય છે. જો દેશ માટે મરવાની પ્રતિબદ્ધતા આઝાદી અપાવી શકે છે તો દેશ માટે જીવવાની પ્રતિબદ્ધતા પણ ભારતને સમૃદ્ધ બનાવી શકે છે. અમારા રિફોર્મ રાજકીય મજબૂતી નથી. અમે નેશન ફર્સ્ટના સંકલ્પથી પ્રેરિત છીએ.
- 08:11 AM • 15 Aug 2024દેશવાસીઓએ અમૂલ્ય સૂચનો આપ્યા
PM મોદીએ કહ્યું કે, 2047માં જ્યારે દેશ આઝાદીના 100 વર્ષની ઉજવણી કરી રહ્યો છે ત્યારે યુવાનો, વડીલો, ગ્રામજનો, શહેરવાસીઓ, દલિતો અને આદિવાસીઓ દરેકે અમૂલ્ય સૂચનો આપ્યા છે. કેટલાક લોકોએ કહ્યું- વિશ્વની સ્કિલ કેપિટલ બનાવો. કોઈએ મેન્યુફેક્ચરિંગનું વૈશ્વિક હબ સૂચવ્યું. કોઈએ યુનિવર્સિટી હબનું સૂચન કર્યું. કોઈએ કહ્યું ભારતે દરેક ક્ષેત્રમાં જલદી આત્મનિર્ભર બનવું જોઈએ. કેટલાકે એવું પણ કહ્યું કે આપણા દેશની ન્યાય વ્યવસ્થામાં સુધારા કરવા જોઈએ. ભારત ત્રીજું અર્થતંત્ર બનવું જોઈએ. આ આપણા દેશવાસીઓના સૂચનો છે. જ્યારે દેશવાસીઓના શબ્દોમાં આવા મોટા સપના અને સંકલ્પ હોય છે, ત્યારે આપણી અંદરનો આત્મવિશ્વાસ નવી ઊંચાઈએ પહોંચે છે.
- 08:05 AM • 15 Aug 2024140 કરોડ લોકો સમૃદ્ધ ભારત બનાવશે
- 08:02 AM • 15 Aug 2024આપણા પૂર્વજોએ ગુલામીની સાંકળો તોડી નાખીઃ PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે આઝાદી પહેલાના એ દિવસોને યાદ કરીએ, જ્યારે સેંકડો વર્ષ સુધી ગુલામી હતી. દરેક લોકો ગુલામી સામે લડ્યા. ઈતિહાસ એ વાતનો સાક્ષી છે કે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ પહેલા આદિવાસી વિસ્તારોમાં આઝાદીની લડાઈ હતી. ગુલામીનો લાંબો સમયગાળો હતો, ક્રૂર શાસકો, અભૂતપૂર્વ યાતનાઓ, માનવ વિશ્વાસને તોડવાની યુક્તિઓ, પરંતુ તે સમયે 40 કરોડ દેશવાસીઓએ હિંમત બતાવી, સ્વપ્ન સાથે ચાલ્યા, સંકલ્પ સાથે ચાલતા રહ્યા. એક જ સ્વર હતો, વંદે માતરમ. એક જ સ્વપ્ન હતું ભારતની આઝાદી. આપણા પૂર્વજો 40 કરોડ જ હતા, તેઓએ ગુલામીની સાંકળો તોડી નાખી. જો આપણી નસોમાં રહેલું આપણા પૂર્વજોનું લોહી 40 કરોડ ગુલામોની બેડીઓ તોડી શકે છે, તો જો 140 કરોડ નાગરિકો સંકલ્પ સાથે ચાલે, દિશા નિર્ધારિત કરે, કદમથી કદમ મિલાવીને ચાલે, તો પછી ભલે ગમે તેટલા મોટા પડકારો કેમ ન હોય, દરેકને પાર કરી શકે છે. પડકારને પાર કરીને આપણે સમૃદ્ધ ભારતનું નિર્માણ કરી શકીએ છીએ. આપણે 2047 સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને હાંસલ કરી શકીશું.
- 07:57 AM • 15 Aug 2024ઘણા લોકોએ પરિવારના સભ્યો અને સંપતિ ગુમાવી: PM
આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબંધોનમાં કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોથી કુદરતી આફતોના કારણે આપણી ચિંતાઓ વધી રહી છે. ઘણા લોકોએ પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા છે તો ઘણા લોકોએ પોતાની સંપત્તિ ગુમાવી છે. એટલું જ નહીં આ સમયગાળા દરમિયાન રાષ્ટ્રને પણ નુકસાન થયું છે. હું આજે તેમના પ્રતિ સંવેદના વ્યક્ત કરું છું, તેમને વિશ્વાસ આપું છું કે દેશ સંકટ સમયે તેમની સાથે ઊભો છે.
- 07:47 AM • 15 Aug 2024પીએમ મોદીએ સ્વતંત્રતા સેનાનીઓને યાદ કર્યા
78માં સ્વતંત્રતા દિવસના અવસર પર રાષ્ટ્રને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું મારા વ્હાલા દેશવાસીઓ, મારા પરિવારજનો, આજે એક શુભ ઘડી છે જ્યારે આપણે દેશ માટે શહીદ થનારા, દેશની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપનારા, જીવનભર સંઘર્ષ કરનારા અને ફાંસીના માંચડે ચડીને ભારતમાતાની જયકાર લગાવનારાઓને નમન કરીએ છીએ.
આજે જે મહાન લોકો રાષ્ટ્ર નિર્માણ માટે સંપૂર્ણ સમર્પણ સાથે દેશની રક્ષા કરી રહ્યા છે, પછી તે આપણા ખેડૂતો હોય, આપણા યુવાનો હોય, આપણા યુવાનોની હિંમત હોય, આપણી માતાઓ અને બહેનોનું યોગદાન હોય, મુશ્કેલીઓ વચ્ચે પણ આઝાદી માટે તેમનો સાથ હોય. આજે હું આવા તમામ લોકોને આદરપૂર્વક નમન કરું છું.
- 07:41 AM • 15 Aug 2024વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચિર પર તિરંગો ફરકાવ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચિર પર તિરંગો ફરકાવ્યો
- 07:36 AM • 15 Aug 2024PM મોદી લાલ કિલ્લા પર પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા લાલ કિલ્લા પર પહોંચ્યા છે. થોડીવારમાં તેઓ તિરંગો ફરકાવશે અને રાષ્ટ્રને તેમનું પરંપરાગત સંબોધન આપશે.
- 07:20 AM • 15 Aug 2024નરેન્દ્ર મોદીએ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી
- 07:19 AM • 15 Aug 2024નીતિન ગડકરી લાલ કિલ્લા પર પહોંચ્યા
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે લાલ કિલ્લા પર પહોંચ્યા છે. PM મોદી આજે સવારે લાલ કિલ્લાની પ્રાચી પરથી સ્વતંત્રતા દિવસના અવસર પર રાષ્ટ્રને સંબોધિત કરશે.
- 07:18 AM • 15 Aug 2024પીએમ મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું, 'તમામ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય હિંદ!.'
ADVERTISEMENT
ADVERTISEMENT