PM Modi inaugurates Atal Setu : આજ રોજ પીએમ મોદીએ મુંબઈમાં ‘અટલ બિહારી વાજપેયી સેવારી-ન્હાવા શેવા અટલ સેતુ’નું ઉદ્ઘાટન કર્યું. પીએમ મોદીએ ડિસેમ્બર 2016માં આ પુલનો શિલાન્યાસ કર્યો હતો.
ADVERTISEMENT
કેટલા કરોડના ખર્ચે બનવામાં આવ્યો છે આ પુલ
અટલ સેતુનું નિર્માણ રૂ. 17,840 કરોડથી વધુના ખર્ચે કરવામાં આવ્યું છે. આ પુલ લગભગ 21.8 કિમી લાંબો અને 6 લેનનો છે. 16.5 કિમી લાંબુ સમુદ્ર ઉપર બનેલ છે અને લગભગ 5.5 કિમી જમીન પર બનેલ છે. આ દેશનો સૌથી લાંબો દરિયાઈ પુલ છે. તે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને કનેક્ટિવિટી પ્રદાન કરશે. તેનાથી મુંબઈથી પૂણે, ગોવા અને દક્ષિણ ભારતની મુસાફરીમાં લાગતો સમય પણ ઘટશે. તે મુંબઈ પોર્ટ અને જવાહરલાલ નેહરુ પોર્ટ વચ્ચે કનેક્ટિવિટી સુધારશે. આજથી અટલ સેતુ સામાન્ય જનતા માટે ખોલવામાં આવ્યો છે.
દેશના સૌથી લાંબા દરિયાઈ પુલની વિશેષતાઓ
– મુંબઈ અને નવી મુંબઈ વચ્ચેનું અંતર માત્ર 20 મિનિટમાં કાપી શકાય છે.
– અટલ સેતુ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે કનેક્ટિવિટી પણ પ્રદાન કરશે.
– મુંબઈથી પૂણે, ગોવા અને દક્ષિણ ભારતની મુસાફરીનો સમય પણ ઘટશે.
– અટલ સેતુના નિર્માણમાં લગભગ 177,903 મેટ્રિક ટન સ્ટીલ અને 504,253 મેટ્રિક ટન સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
– અંદાજે રૂ. 18,000 કરોડના ખર્ચે તૈયાર થયો. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે પૂર્ણ થયા પછી દરરોજ આશરે 70,000 વાહનો દોડશે અને 100 વર્ષ સુધી તેનું સંચાલન થઈ શકશે.
– ડ્રાઇવરોને અટલ સેતુ પર મહત્તમ 100 કિમી પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી છે.
– દરિયાઈ પુલ પર ભારે વાહનો, બાઇક, ઓટો રિક્ષા અને ટ્રેક્ટરને મંજૂરી આપવામાં આવશે નહીં.
– લાઇટિંગ પોલ ચોમાસા દરમિયાન વધુ વેગના પવનને ટકી રહે તે માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યા છે
– વીજળીથી થતા સંભવિત નુકસાન સામે રક્ષણ માટે લાઇટિંગ પ્રોટેક્શન સિસ્ટમ પણ સ્થાપિત કરવામાં આવી છે
ADVERTISEMENT