PM Modi Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણી 19 એપ્રિલના રોજ યોજાનાર પ્રથમ તબક્કાના મતદાન થવાનું છે. આ પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સમાચાર એજન્સી ANIને એક ઇન્ટરવ્યુ આપ્યું હતું જેમાં તેમણે ઈલેક્ટોરલ બોન્ડ્સ, આગામી રણનીતિ અને ત્રીજી ટર્મની તૈયારીઓ પર વાત કરી હતી.
ADVERTISEMENT
વિપક્ષના આરોપોને લઈ પીએમ મોદીએ શું કહ્યું?
સરકાર દ્વારા લોકોને જેલમાં મોકલવાના વિપક્ષના આરોપોને નકારી કાઢતા પીએમ મોદીએ કહ્યું કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા નોંધાયેલા મોટાભાગના કેસો તે વ્યક્તિઓ અને સંસ્થાઓ વિરુદ્ધ છે જેનો રાજકારણ સાથે કોઈ સંબંધ નથી. ANI ને આપેલા ઈન્ટરવ્યુમાં PM મોદીએ કહ્યું કે ઈમાનદાર વ્યક્તિને ડરવાની કોઈ વાત નથી, પરંતુ ભ્રષ્ટાચારમાં સામેલ લોકોને પાપથી ડરવું જ જોઈએ. આ દરમિયાન પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું કે તેમણે તેમના ત્રીજા કાર્યકાળની તૈયારીઓ શરૂ કરી દીધી છે. 100 દિવસની યોજના વિશે વાત કરવા સાથે, તેમણે ઘણા મુદ્દાઓ વિશે પણ વાત કરી.
બીજેપીના વિઝન 2047 પર પીએમ મોદીનો જવાબ?
પીએમ મોદીએ રેલીઓમાં 2024ને બદલે 2047નો લક્ષ્યાંક નક્કી કર્યો છે અને તે અંગેના સવાલ પર જવાબ આપતા કહ્યું કે, આપણે વિકાસના કામોની ઝડપ વધારવી પડશે અને તેનો સ્કેલ પણ વધારવો પડશે. દેશની સામે કોંગ્રેસ સરકારનું મોડલ અને બીજેપી સરકારનું મોડલ હોવાની તક છે.
Iran-Israel વચ્ચે એર પાવરથી અર્થતંત્ર સુધી કોણ શક્તિશાળી...અમેરિકાનો કોના ખભા પર હાથ?
પીએમ મોદીનો 100 દિવસનો પ્લાન
પીએમ મોદીએ ત્રીજી ટર્મ માટે તૈયારીઓ કરી લીધી છે. આ અંગે તેણે પોતાનો 100 દિવસનો પ્લાન વિશે જાણકારી આપી હતી. તેણે કહ્યું કે, મને વિશ્વાસ નથી થતો કે મેં હજી બધું જ કરી લીધું છે. મારે હજુ ઘણું કામ કરવાનું બાકી છે કારણ કે હું જોઉં છું કે મારા દેશને હજુ કેટલી જરૂર છે. દરેક પરિવારનું સપનું, તે સપનું કેવી રીતે પૂરું થશે તે મારા હૃદયમાં છે. એટલા માટે હું કહું છું કે જે થયું તે ટ્રેલર છે અને હજુ ઘણું બધું કામ કરવા માંગુ છું. મેં ચૂંટણીમાં જતા પહેલા પ્લાનિંગ શરૂ કરી દીધું હતું. હું 2047 ને ધ્યાનમાં રાખીને છેલ્લા બે વર્ષથી કામ કરી રહ્યો હતો. તેથી, મેં દેશના લગભગ 15 લાખ લોકો પાસેથી સૂચનો લીધા છે કે તેઓ આગામી 25 વર્ષમાં દેશને કેવી રીતે જોવા માંગે છે. 15-20 લાખ લોકોએ પોતાના સૂચનો આપ્યા છે.
AMC એ નોકરીની તૈયારી કરતાં ઉમેદવારોને આપી તક! Junior Clerk માટે હવે આ તારીખ સુધી ભરાશે ફૉર્મ
ઈલેક્ટોરલ બોન્ડ પર PM મોદીએ શું કહ્યું?
ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ સુપ્રીમ કોર્ટ દ્વારા ઈલેક્ટોરલ બોન્ડ રદ્દ કરવા પર કહ્યું કે જ્યારે વિપક્ષ ઈમાનદારીથી આ વિશે વિચારશે તો બધાને પસ્તાવો થશે. પીએમ મોદીએ રાહુલ ગાંધી અને વિપક્ષી નેતાઓ દ્વારા ચૂંટણી બોન્ડમાં ગોટાળાના આરોપોનો જવાબ આપ્યો અને કહ્યું કે, દરેકને ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા મની ટ્રેલ મળી છે. આ સાથે, કોણે આપ્યા, કેવી રીતે આપ્યા, ક્યાં આપવામાં આવ્યા જેવા પ્રશ્નોના જવાબ મળી ગયા છે.
ADVERTISEMENT