PM મોદીના માતા હીરા બાના અવસાન પછી વડનગરમાં વેપારીઓનું ત્રણ દિવસનું સ્વયંભૂ બંધ

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાનું અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન આજે અવસાન થયું છે. તેમના અવસાનના સમાચારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત…

gujarattak
follow google news

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાનું અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન આજે અવસાન થયું છે. તેમના અવસાનના સમાચારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તેમના વતન વડનગરમાં પણ શોકનું વાતાવરણ જોવા મળ્યું હતું. અહીં વેપારીઓએ તેમના અવસાનને પગલે સ્વયંભુ ત્રણ દિવસ બંધ પાળવાનું નક્કી કર્યું છે.

PM મોદી સહિત તમામ ભાઈઓએ ભારે હૃદયે આપી મુખાગ્ની
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાનું આજે શુક્રવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. તેઓ અહીં શ્વાસ લેવાની તકલીફ પછી સારવાર હેઠળ હતા. તેમના અવસાન પછી ગાંધીનગરમાં સ્મશાનગૃહ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના તેમના પરિજનોએ હીરા બાની અર્થીને કાંધ આપી હતી. વડાપ્રધાન અને તેમના ભાઈઓએ સાથે માતા હીરા બાને ભારે હૃદયે મુખાગ્ની આપી હતી.

વેપારીઓએ શું જાહેર કર્યું
વેપારીઓએ અહીના બજાર પાસે એક બોર્ડ પર નોંધ લખીને બજાર બંધની જાહેરાત કરી હતી. વડનગર વેપારી એસોશિએશને લખ્યું હતું કે, વડનગરના પનોતા પુત્ર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાનું શતાયુ વર્ષમાં અવસાન થયું છે. સમગ્ર નગરજનો ઘેરા શોક અને દુઃખની લાગણી અનુભવે છે. વડનગરના તમામ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર શુક્ર-શની અને રવિવાર એમ ત્રણ દિવસ સુધી સ્વયંભૂ બંધ રાખવા વિનંતી છે.

સ્વસ્થ જીવન વિતાવ્યું
PM મોદીના માતા હીરા બાનું શુક્રવારે વહેલી સવારે 3.30 વાગ્યે હોસ્પિટલમાં નિધન થઈ ગયું છે. મંગળવારે સાંજે શ્વાસ લેવાની ફરિયાદ બાદ તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. હીરા બા 99 વર્ષના હતા. આ વર્ષે 18 જૂને જ તેમણે 99મો જન્મદિવસ ઉજવ્યો હતો અને 100માં વર્ષમાં પ્રવેશ કર્યો હતો. જોકે આટલી ઉંમરે પણ તેઓ સ્વસ્થ રહેતા હતા અને પોતાના તમામ કાર્યો જાતે જ કરતા હતા.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp