દિલ્હીઃ ચીનમાં કોરોનાથી હાહાકાર મચી ગયો છે. ત્યારે ભારતમાં પણ અત્યારથી જ સાવચેતીના પગલાં ભરવાના શરૂ કરી દેવાયા છે. વડાપ્રધાન મોદીએ ભારતમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે બેઠક બોલાવી છે. બીજી બાજુ ગુજરાતમાં પણ તાલુકા પ્રમાણે ઠેર ઠેર સમીક્ષા બેઠક બોલાવવામાં આવી છે. યૂપી, દિલ્હી, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં કોવિડની તૈયારીઓ મુદ્દે ધમધમાટ શરૂ કરી દેવાયો છે.
ADVERTISEMENT
શું કડક નિયમો લાગૂ કરાશે?
ચીનમાં કોવિડના વધતા જતા કેસોને લઈને ભારત પણ એલર્ટ મોડ પર આવી ગયું છે. વડાપ્રધાન મોદીએ પણ દેશમાં કોવિડની સ્થિતિને લઈને સમીક્ષા બેઠક કરી હતી. જેમાં ચર્ચાઓ પછી તેમણે કેટલાક દિશાનિર્દેશ આપ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે. અહેવાલો પ્રમાણે તેઓ કોવિડના નિયમોનું પાલન કરવાની અપિલ પણ કરી શકે છે.
શું કોવિડથી વર્ષ સુધી સુંઘવાની ક્ષમતા ગુમાવી દેવાય!
કોરોના પોઝિટિવ થયા પછી લોકોમાં ઘણા લક્ષણો જોવા મળે છે. જેમાં સૂંઘવાની ક્ષમતા ઓછી થવી પણ એક કારણ છે. ડ્યૂક યૂનિવર્સિટી અને અમેરિકાના વૈજ્ઞાનિકોની એક ટીમના રિપોર્ટ પ્રમાણે કોવિડ-19 પછી કેટલાક લોકોની સુંઘવાની ક્ષમતા ઓછી થઈ ગઈ છે. એટલું જ નહીં રિપોર્ટ્સ પ્રમાણે તેઓ મહિનાઓ સુધી જ નહીં વર્ષો સુધી આનાથી મુશ્કેલી વેઠી રહ્યા છે.
ADVERTISEMENT