Rajasthan News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે જાન્યુઆરી મહિનામાં ભગવાન શ્રીદેવનારાયણના અવતરણ મહોત્સવ પ્રસંગે એક સમારંભને સંબોધિત કરતા રાજસ્થાનના ભીલવાડા પહોંચ્યા હતા. પીએમએ ભગવાનના માલાસેરી ડૂંગરી મંદિરમાં પરિક્રમા કરી અને લીમડાનું ઝાડ પણ ઉગાડ્યું હતું. તેમણે યજ્ઞશાળામાં ચાલી રહેલા વિષ્ણુ મહાયજ્ઞમાં પૂર્ણાહુતી પણ આપી હતી.
ADVERTISEMENT
ગુર્જરોના આરાધ્ય દેવ છે દેવનારાયણદેવજી
ગુર્જર સમાજના આરાધ્યદેવ ભગવાન દેવનારાયણ મંદિરના દાનપાત્રથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કવરને 9 મહિના બાદ ખોલવામાં આવ્યા હતા. આ કવરમાંથી 21 રૂપિાય નિકળ્યા હતા. દાનપાત્રમાં બે અન્ય કવર પણ નિકળ્યા હતા. એકમાં 101 રૂપિયા અને બીજામાં 2100 રૂપિયા મુકવામાં આવ્યા હતા.
દેવનારાયણજીના કાર્યક્રમમાં લાખો લોકોને પીએમ મોદીએ સંબોધ્યા હતા
અત્રે ઉલ્લેખનીય છેકે, રાજસ્થાનના ભીલવાડામાં 28 જાન્યુઆરી, 2023 ના રોજ ભગવાન શ્રી દેવનારાયણજીના 1111 માં અવતરણ મહોત્સવના ઉપલક્ષ્યમાં આયોજિત સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધિત કરી હતી. પીએમ મોદીએ માલાસેરી ડૂંગરી મંદિર દર્શન કર્યા પરિક્રમાની તરફ લીમડાનો છોડ પણ ઉગાડ્યો હતો. તેમણે યજ્ઞશાળામાં ચાલી રહેલા વિષ્ણુ મહાયજ્ઞમાં પુર્ણાહુતી પણ આપી હતી.
મંદિરના પુજારીએ ચોંકાવનારો દાવો કર્યો
મંદિરમાં પુજારીઓએ દાવો કર્યો કે વડાપ્રધાને મંદિરના દાનપાત્રમાં એક કવર પણ નાખ્યું હતું. 9 મહિનાના લાંબા સમય બાદ ગત્ત સોમવારે તે જ કવરને ખોલવામાં આવ્યું. જે અંગે લોકોમાં ભારે ઉત્સુકતા પણ હતી. માલાસેરી ડૂંગરીના પુજારી હેમરાજ પોસવાલે મીડિા સામે કવર ખોલીને દેખાડ્યું હતું, સફેદ કવર વડાપ્રધાને દાનપાત્રમાં નાખ્યું હતું. તેમાંથી 21 રૂપિયા નિકળ્યા હતા. આ દાનપાત્રમાં બે અન્ય કવર પણ નિકળ્યા હતા. જેમાં એકમાં 101 રૂપિયા અને બીજામાં 2100 રૂપિયા હતા.
દાન અંગે રાજનીતિ શરૂ
વડાપ્રધાન મોદીના કવર અંગે હવે રાજનીતિ શરૂ થઇ ચુકી છે. અખિલ ભારતીય કોંગ્રેસના સચિવ અને રાજસ્થાન બીજ નિગમના અધ્યક્ષ ધીરજ ગુર્જરે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ ભગવાન શ્રીદેવનારાયણજીના 1111 માં પ્રાકટ્ય દિવસ પર દેવધામ ભીલવાડાને કંઇ આપ્યું નહી. હજારોની સંખ્યામાંહાજર ગુર્જર સમાજના ભાઇઓનો વિશ્વાસ તોડવામાં આવ્યો. ધીરજ ગુર્જરે કહ્યું કે, શું આ તમારો વિકાસ છે? શું તમારુ ગુર્જર સમાજને ગીફ્ટ છે? દેશના વડાપ્રધાન કોઇ સમાજને સપના દેખાડીને છળવાની વાત છે.
ADVERTISEMENT