નવી દિલ્હી : પેરિસના લા સીન મ્યૂઝિકલમાં પીએમ મોદીએ ભારતીય સમુદાય સમક્ષ પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. ભારત માતા કી જય ના નારા સાથે કરી હતી. તેમણે કહ્યું કે, આજનો આ નજારો આ દ્રશ્ય અદ્ભુત છે. આ ઉત્સાહ અભૂતપૂર્વ છે. આ સ્વાગત ઉલ્લાસથી ભરનારો છે. ભારત માતા નો અવાજ સાંભળીને એવું લાગે છે કે ઘરે આવી ગયો છું. આપ તમામનો અહીં આવવા બદલ હૃદયથી આભાર. કાલે ફ્રાંસનો નેશનલ ડે છે. ફ્રાંસની જનતાને હૃદયથી આભાર મને આમંત્રીત કરવા માટે.
ADVERTISEMENT
મને કહેવામાં આવ્યું છે કે, આજે આ સમારંભમાં ઘણા એવા લોકો છે જે 11-12 કલાક સુધી મુસાફરી કરીને અહીં પહોંચ્યા છે. તેનાથી મોટું શું હોઇ શકે છે. ટેક્નોલોજીના આ જમાનામાં કોઇ પણ ઘરે બેસીને પણ આ લાઇવ નિહાળી શક્યા હોત. તેમ છતા પણ આટલી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા, મારા માટે સમય કાઢ્યો મારા માટે એક ખુબ જ સૌભાગ્યની વાત છે. મને તમારા બધાનો દર્શન કરવાનો અવસર મળ્યો. હું તમારા તમામનો અહીં આવવા બદલ આભાર વ્યક્ત કરૂ છું.
આ પહેલા પણ અનેકવાર ફ્રાંસ આવી ચુક્યો છું પરંતુ આ વખતે મારુ ફ્રાંસ આવવું અનેક રીતે વિશેષ છે. કાલે ફ્રાંસનો નેશનલ ડે છે. હું ફ્રાંસની જનતાને ખુબ જ શુભકામનાઓ પાઠવું છું. આ મહત્વપુર્ણ અવસરે મને આમંત્રિત કરવા માટે ફ્રાંસના લોકોનો હૃદયપુર્વક આભાર વ્યક્ત કરૂ છું.
આજે દિવસમાં પ્રાઇમ મિનિસ્ટર એલિઝાબેથ બોર્ન મને એરપોર્ટ પર રિસીવ કરવા માટે આવ્યા હતા. કાલે હું પોતાના મિત્ર પ્રેસિડેંટ મેક્રોની સાથે નેશનલ ડે પરેડનો હિસ્સો બનીશ. આ આત્મીયતા માત્ર બે દેશોના નેતાઓ વચ્ચે નથી પરંતુ તે ભારત-ફ્રાંસની અતુટ મિત્રતાનું પ્રતિબિંબ છે, રિફ્લેક્શન છે.
પીએમ મોદીએ કહ્યું કે, દેશથી દુર જ્યારે હું ભારત માતા કી જયનું આહ્વાન સાંભળું છું, ક્યાંકથી અવાજ આવે છે નમસ્કાર તો એવું લાગે છે કે જાણે ઘરે આવી ગયો છું. પરંતુ અમે ભારતીય જ્યાં પણ જઇએ છીએ એક મિની ઇન્ડિયા જરૂર બનાવી લઇએ છીએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, પેરિસના લા સીન મ્યૂઝિકલમાં પીએમ મોદી ભારતીય સમુદાયને સંબોધિત કરવા માટે પહોંચ્યા હતા. પીએમ મોદી ત્યાં પહોંચ્યા તે સાથે જ મોદી-મોદીના નારા લાગવા લાગ્યા હતા. ત્યાર બાદ બંન્ને દેશોના રાષ્ટ્રગીતની ધુન ગુંઝી ઉઠી હતી.
ADVERTISEMENT