પાકિસ્તાનમાં વિનાશક પૂરથી હાહાકાર, PM મોદીએ પૂર પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી

દિલ્હી: પાકિસ્તાનમાં (Pakistan) પૂરથી (Flood) હાહાકાર મચ્યો છે. પાડોશી દેશમાં અત્યાર સુધીમાં 1100થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. જેને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ…

gujarattak
follow google news

દિલ્હી: પાકિસ્તાનમાં (Pakistan) પૂરથી (Flood) હાહાકાર મચ્યો છે. પાડોશી દેશમાં અત્યાર સુધીમાં 1100થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. જેને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને સંવેદના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાનમાં પૂરથી થયેલી તબાહીને જોઈને દુઃખ થયું. અમે પીડિતો, ઈજાગ્રસ્તો અને આ પ્રાકૃતિક આપત્તિથી પ્રભાવિત તમામ લોકોના પરિવાર પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરીએ છીએ અને સ્થિતિ જલ્દી જ સામાન્ય થાય તેવી આશા કરીએ છીએ.

1100થી વધુ લોકોના પૂરમાં મોત
પાકિસ્તાનમાં આવેલા વિનાશકારી પૂરના કારણે મૃતકોની સંખ્યા સોમવારે 1136 સુધી પહોંચી ગઈ છે. જ્યારે આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા પ્રધાનમંત્રી શહબાઝ શરીફ સરકારની અપીલ બાદ ઈન્ટરનેશનલ મદદ પહોંચવા લાગી છે. પાકિસ્તાનમાં પૂર કેટલું ભયંકર છે એ વાતનો અંદાજ તેના પરથી લગાવી શકાય છે કે દેશના 3.3 કરોડ વસ્તીવાળા વિસ્તારને પોતાનું ઘર છોડવું પડ્યું છે.

પૂરથી કેટલું નુકસાન થયું?
પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં પૂરના કારણે 1634 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે 9.92 લાખથી વધારે ઘરો સંપૂર્ણ અથવા આંશિક રૂપે ક્ષતિગ્રસ્ત થયા છે, જેનાથી લાખો લોકો ભોજન અને પિવાના પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતોથી વંચિત થઈ ગયા છે. આ સાથે જ 7 લાખ 35 હજારથી વધુ પશુઓ ગાયબ છે.

    follow whatsapp