- વડાપ્રધાન મોદીએ ચુકાદામાં થોડો વધારે સમય થાય તે માટે અલગથી અરજી કરી
- સુબ્રમણ્યમ સ્વામી પોતાનાં નિર્ભિક મંતવ્યોના કારણે અવાર નવાર ચર્ચામાં રહે છે
- રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા આખુ ભાજપ ભોંઠુ પડે તેવો સ્વામીનો દાવો
Subramanian Swamy on Narendra Modi and Ram Mandir : હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર રહી ચૂકેલા સ્વામી છ વખત ભાજપના સાંસદ અને કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. હાલ તેઓ વિરાટ હિન્દુસ્તાન સંગમના ચીફ છે.
ADVERTISEMENT
દેશના નાગરિકો ખોટા ભ્રમમાં છે કે પીએમના કારણે મંદિર શક્ય બન્યું
Subramanian Swamy on Narendra Modi and Ram Mandir : ભલે દેશના નાગરિકોનો એક મોટો હિસ્સો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિર પાછળ એક મહત્વપૂર્ણ પરિબળ માને છે, પરંતુ તેમની પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ પીએમની રામ મંદિર અંગે તેમની કાર્યશૈલીની ટિકા કરી છે. એક પ્રશ્નાર્થ ચિન્હ ઊભો થયો છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે, જ્યારે રામજન્મભૂમિ કેસ સુપ્રીમ કોર્ટમાં સમાપ્ત થવાના આરે હતો ત્યારે મોદીએ તેમાં વિલંબ કરવાનો પ્રયાસ કર્યો હતો. મંદિરના નિર્માણ માટે સુપ્રીમ કોર્ટ અને તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ (CJI) રંજન ગોગોઈ અને અન્ય ન્યાયાધીશોનો આભાર માનવો જોઈએ.
સ્વામી મોદી-શાહની નીતિઓના સૌથી મોટા ટીકાકાર
લાંબા સમયથી મોદી-શાહ અને ભાજપની નીતિઓના આકરા ટીકાકાર રહેલા સ્વામીએ ગુરુવારે (11 જાન્યુઆરી, 2024) સોશિયલ મીડિયા દ્વારા આ વાતો કહી હતી. માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ પર પોસ્ટની બે ટ્વીટ કરીને ચોંકાવનારો દાવો કર્યો હતો. જેમાં તેમણે અયોધ્યાની તમામ જમીન પરત કરવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે તે પછી તેની અવગણના કરી અને તેનો ચુકાદો આપ્યો હતો. જેના માટે સુપ્રીમ કોર્ટ અને તત્કાલીન CJI ગોગોઈ તથા તેમના ચાર અન્ય ન્યાયાધીશોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
Modi tried to delay in SC the Ramjanmabhoomi Case when it was near conclusion-by Govt filing an Application to return back all the land of Ayodhya that PVNR Govt had nationalised. SC must be thanked for ignoring this and gave the judgment. Thanks to CJI Gogoi & 4 other Judges.
— Subramanian Swamy (@Swamy39) July 28, 2023
બીજેપીના વરિષ્ઠ નેતાઓની પોસ્ટ અહીં છે
વાસ્તવમાં 22 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે. રામલલાના મંદિરના ઉદ્ઘાટન પહેલા જ તેમના શહેરમાં ભક્તોની ભીડ એકઠી થવા લાગી છે. અયોધ્યા જઈ રહેલા લોકો જ નહીં પરંતુ જે લોકો આ સમગ્ર ઘટનાને નજીકથી જોઈ રહ્યા છે તેઓ પણ ઘણે અંશે માને છે કે, મંદિર મોદીના સંકલ્પ, સંકલ્પશક્તિ અને પ્રયાસોના કારણે બની રહ્યું છે.
આ મંદિર નરેન્દ્ર મોદીની નેતૃત્વની છબી સાથે પણ જોડાયેલું છે.
જો કે એ પણ રસપ્રદ છે કે, આવા મોટાભાગના લોકો મોદીના ચાહક માનવામાં આવે છે. ખેર, વાસ્તવિકતા એ છે કે કોર્ટના નિર્ણયને કારણે આ ધાર્મિક સ્થળના નિર્માણનો માર્ગ મોકળો થઈ ગયો છે. આવી સ્થિતિમાં રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે, આ માત્ર ભગવાન રામ અને તેમના મંદિર સાથે જોડાયેલો મુદ્દો નથી પરંતુ મોદી, તેમની છબી અને નેતૃત્વનો પણ મુદ્દો છે.
ADVERTISEMENT