Article 370 Judgement : આજે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 અંગે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો. PM મોદીએ પણ આ ચુકાદાની સ્વાગત કર્યું છે અને ટ્વિટ કરી કહ્યું કે,કલમ 370 નાબૂદ કરવા અંગેનો સુપ્રીમ કોર્ટનો આજનો નિર્ણય ઐતિહાસિક છે. 5 ઓગસ્ટ, 2019 ના રોજ ભારતની સંસદ દ્વારા લેવામાં આવેલા નિર્ણયને બંધારણીય સમર્થન આપે છે. PM મોદી દ્વારા #NayaJammuKashmir હેશટેગ સાથે આ ટ્વિટ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
Today's Supreme Court verdict on the abrogation of Article 370 is historic and constitutionally upholds the decision taken by the Parliament of India on 5th August 2019; it is a resounding declaration of hope, progress and unity for our sisters and brothers in Jammu, Kashmir and…
— Narendra Modi (@narendramodi) December 11, 2023
જમ્મુ કાશ્મીર અને લદ્દાખના લોકોને વડાપ્રધાન મોદીએ આપી ખાતરી
વધુમાં વડાપ્રધાન મોદીએ લખ્યું કે, જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં આ નિર્ણય ત્યાંના લોકો માટે આશા, પ્રગતિ અને એકતાની મોટી જાહેરાત છે. કોર્ટ દ્વારા ગહન જ્ઞાનના આધારે એકતાના મૂળ તત્ત્વને મજબૂત બનવામાં આવ્યું છે.ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીર અને લદ્દાખને ખાતરી આપી કે તમારા સપના પૂરા કરવાની અમારી પ્રતિબદ્ધતા અતૂટ છે. અમે એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ કે પ્રગતિના લાભો માત્ર તમારા સુધી જ નહીં, પરંતુ કલમ 370ને કારણે સહન કરનારા આપણા સમાજના સૌથી સંવેદનશીલ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગો સુધી પણ પહોંચશે. આ ખૂબ જ મહત્વપૂર્ણ અને બંધારણીય સમર્થનપૂર્ણ નિર્ણય છે.આ સિવાય PM મોદીએ કહ્યું કે, આજનો આ નિર્ણય ફક્ત કાયદાકીય રીતે નહીં પરંતુ આશાનું કિરણ છે જે સુવર્ણ ભવિષ્યનું વચન અને એક મજબૂત, વધુ અખંડ ભારતનું નિર્માણ કરવાનો સંકલ્પનો પુરાવો છે.
SCમાં દાખલ કરાઈ હતી 22 અરજીઓ
આ નિર્ણયથી મોદી સરકારને મોટી રાહત મળી છે.સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણયને યથાવત રાખ્યો છે. CJI ડી.વાય ચંદ્રચુડે કહ્યું કે, જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્ર સરકારનો નિર્ણય લાગુ રહેશે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલો નિર્ણય એકદમ યોગ્ય હતો.5 ઓગસ્ટ, 2019ના રોજ મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ને હટાવી દીધી હતી, સાથે જ રાજ્યને બે ભાગો જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં વિભાજિત કર્યું હતું અને બંનેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દીધા હતા. કેન્દ્રના આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં 23 અરજીઓ દાખલ કરવામાં આવી હતી, જે તમામની સુનાવણી બાદ કોર્ટે સપ્ટેમ્બરમાં નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
ADVERTISEMENT