મોદી સરકારે ખોલ્યો ખજાનોઃ ગર્ભવતી મહિલાઓને મળશે આટલા રૂપિયા, જાણો કેવી રીતે કરવી અરજી

PM Matru Vandana Yojana Details: દેશભરની ગર્ભવતી મહિલાઓ માટે મોદી સરકારે પોતાનો ખજાનો ખોલી દીધો છે. મોદી સરકાર માતૃત્વ વંદના યોજના ચલાવી રહી છે.

PM Matru Vandana Yojana Details

મોદી સરકારની યોજના

follow google news

PM Matru Vandana Yojana Details: દેશભરની ગર્ભવતી મહિલાઓ માટે મોદી સરકારે પોતાનો ખજાનો ખોલી દીધો છે. મોદી સરકાર માતૃત્વ વંદના યોજના ચલાવી રહી છે. આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને આર્થિક સહાય આપવામાં આવે છે. ગર્ભવતી મહિલાઓને લગભગ 6,000 રૂપિયા આપવામાં આવે છે, જેથી મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકે.

આ યોજના ચલાવવાનો ઉદ્દેશ્ય મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો છે. જોકે, આ યોજના 2017થી ચાલી રહી છે, પરંતુ આજે પણ મોટાભાગની મહિલાઓને આ યોજના વિશે જાણકારી નથી. તેથી ચાલો આ યોજના વિશે જાણીએ અને તેના માટે અરજી કરવાની પ્રોસેસ પણ જાણીએ, જેથી ગર્ભવતી મહિલાઓ સમયસર આ યોજનાનો લાભ ઉઠાવી શકે.

શું છે યોજના અને કેવી રીતે મળે છે પૈસા?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટનો સૌથી મહત્વનો ભાગ મહિલાઓ માટે ચલાવવામાં આવી રહેલી યોજનાઓ છે. આ યોજનાઓમાં માતૃત્વ વંદના યોજના પણ સામેલ છે. આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાને પ્રથમ પ્રેગ્નન્સી પર 5 હજાર રૂપિયા આપવામાં આવે છે. બીજી  પ્રેગ્નન્સી 6 હજાર રૂપિયા આપવામાં આવશે.


 
યોજના અનુસાર, પહેલા બાળક માટે 5000 રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવે છે. તો ત્યાં જ બીજા બાળક માટે 6000 રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવે છે. પરંતુ બીજી બાળકી હોય તો જ યોજનામાં લાભ આપવામાં આવે છે. તો પહેલી પ્રેગ્નન્સીમાં જે આર્થિક મદદ મળશે, તે 2 હપ્તામાં મળશે. પહેલા હપ્તામાં 3 હજાર રૂપિયા અને બીજા હપ્તામાં 2 હજાર રૂપિયા મળશે. બીજી પ્રેગ્નન્સીમાં બાળકીનો જન્મ થવા પર એક જ હપ્તામાં 6 હજાર રૂપિયા મળી જશે. 

યોજના માટે શું છે યોગ્યતા?

સત્તાવાર વેબસાઈટ પરથી મળેલી માહિતી અનુસાર, યોજનાનો ફાયદો ઉઠાવવા માટે મહિલાઓએ કેટલીક શરતોનું પાલન કરવું પડશે. યોજનાનો ફાયદો એ જ મહિલાઓને મળશે, જેમના પરિવારની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી ઓછી હશે. BPL કાર્ડ ધારક મહિલાઓને યોજનાનો ફાયદો મળશે. અનુસૂચિત જાતિ અને જનજાતિની મહિલાઓને યોજનાનો લાભ મળશે. ઈ-શ્રમ કાર્ડ ધારક, મનરેગા જોબકાર્ડ ધારક, કિસાન સમ્માન નિધિના લાભાર્થી મહિલાઓને યોજનાનો લાભ મળશે. 

કેવી રીતે કરવી અરજી?

યોજના માટે અરજી કરવા માટે મહિલાઓ https://wcd.delhi.gov.in/wcd/pradhan-mantri-matru-vandana-yojana-pmmvy પર લોગ ઈન કરી શકે છે. અરજી કરવા માટે તમારે ઓળખ કાર્ડ, સરનામાનો પુરાવો, આવકનું પ્રમાણપત્ર આપવું પડશે. આંગણવાડી કેન્દ્રમાં યોજના હેઠળ રજિસ્ટ્રેશન થશે. 

http://wcd.nic.in વેબસાઈટ પરથી ફોર્મ ડાઉનલોડ કરો, બધી માહિતી ભરો અને આંગણવાડી કેન્દ્રમાં સબમિટ કરો. સાથે સંબંધિત ડોક્યુમેન્ટ પણ આપવાના રહેશે.

    follow whatsapp