નવી દિલ્હી : ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલય વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતે ભાજપ મુખ્યાલયમાં કાર્યકર્તાઓ સાથે મોબાઇલની ફ્લેશ લાઇટ શરૂ કરાવીને નોર્થ ઇસ્ટના લોકોના સન્માનમાં શરૂ કરવા અપીલ કરી હતી. વડાપ્રધાને કહ્યું કે, આ નોર્થ ઇસ્ટની દેશભક્તિનું સન્માન છે. આ નોર્થ ઇસ્ટની પ્રગતિના રસ્તા પરત્વે સન્માન છે. આ પ્રકાશ તેમના સન્માન અને તેમના ગૌરવમાં છે. હું તમારો આભાર વ્યક્ત કરુ છું કે, ગત્ત વર્ષોમાં ભાજપ મુખ્યમથક એવા અનેક અવસરોનો સાક્ષી બન્યો છું. આજે અમારા માટે જનતા જનાર્દનને વિનમ્રતા સાથે નમન કરવાની એક વધારે તક આવી છે. આ રાજ્યોની જનતાએ ભાજપ અને અમારા સહયોગીઓએ ભરપુર આશીર્વાદ આપ્યા છે.
ADVERTISEMENT
હું ત્રણ રાજ્યોના કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરું તેટલો ઓછો છે
હું આજે ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડના ભાજપના કાર્યકર્તાઓને શુભકામના પાઠવું છું. અન્ય રાજ્યોમાં કામ કરવું એટલું આકરૂ નથી, જેટલું નોર્થ ઇસ્ટમાં છે માટે તે લોકોને વિશેષ અભિનંદનનો હકદાર છે. આ ચૂંટણી પરિણામોમાં દેશ-દુનિયા માટેના અનેક સંદેશ છે. પહેલા નોર્થ ઇસ્ટમાં પરિણામો આવતા હતા તો દિલ્હીમાં કોઇ ચર્ચા જ થતી નહોતી. પહેલા ચર્ચા થતી પણ તો તે હિંસાની જ થતી હતી. ત્રિપુરામાં સ્થિતિ એવી હતી કે એક પાર્ટી સિવાય કોઇ અન્ય પાર્ટીનો ઝંડો પણ લગાવવો મુશ્કેલ હતો. જો કોઇ લગાવવાનો પ્રયાસ કરતો તો તેને લોહીલુહાણ કરી દેવામાં આવતો હતો.
નોર્થ ઇસ્ટ હવે વિકાસની અનોખી ઉંચાઇઓ સર કરવા જઇ રહ્યો છું
આપણે એક દિશા પર ચાલી રહેલા નોર્થ ઇસ્ટ જોઇ રહ્યા છો. આ દિલોની દુરિયા સમાપ્ત થવાનો નહી પરંતુ અનેક વિચારોનું પ્રતિક છે. હવે નોર્થ ઇસ્ટ ન દિલ્હીથી દુર છે અને તો દિલથી દુર છે. આ ઇતિહાસ રચવાનો સમય છે. હું નોર્થ ઇસ્ટની સમૃદ્ધી અને વિકાસનો માર્ગ જોઇ રહ્યો છું. થોડા દિવસો પહેલા જ્યારે ત્યાં ગયો તો કોઇએ કહ્યું કે, મોજી તમને તમારી હાફ સેંચુરી માટે ધન્યવાદ. હું તમામ હાફ સેંચુરી ત્યારે તેમણે જણઆવ્યું કે, આજે જ્યારથી વડાપ્રધાન બન્યા છે ત્યારથી 50 વખતથી અધિક વખત નોર્થ ઇસ્ટની વિઝિટ કરી ચુક્યા છે.
ADVERTISEMENT