મુંબઈઃ પ્રથમ વિમેન્સ પ્રિમિયર લીગની શરુઆત થઈ ગઈ છે. પ્રથમ સિઝનમાં પાંચ ટીમો ભાગ લઈ રહી છે. આ પાંચ ટીમોમાં અમદાવાદ, મુંબઈ, લખનૌ, દિલ્હી અને બેંગ્લુરુની ટીમોનો સમાવેશ થાય છે. જેના માટે આજે મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં હરાજી યોજવામાં આવી છે. આ હરાજીમાં સૌથી પહેલી બોલી સ્મૃતિ મંધાના પર લગાવવામાં આવી હતી. ભારતની વિસ્ફોટક ઓપનર ગણાતી સ્મૃતિ મંધાના રોકેટ ગતિએ બેટિંગ કરે છે. જે હવે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે ચોક્કા-છગ્ગાની વણજાર કરશે.
ADVERTISEMENT
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની અનુભવી ઓપનર સ્મૃતિ મંધાના મહિલા IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમશે. મંધાનાને RCBએ 3.40 કરોડમાં ખરીદી છે. મુંબઈમાં આયોજિત WPL 2023 હરાજીમાં લગાવાયેલી બોલીમાં સ્મૃતિ પહેલી કરોડપતિ પ્લેયર બની. ચાર સેટની હરાજી થઈ ગઈ છે.વિકેટ કીપર બેટર યાસ્તિકા ભાટિયાને મુંબઈએ 1.5 કરોડમાં ખરીદી હતી.રિચા ઘોષને 1.9 કરોડમાં RCBએ પોતાની ટીમમાં સામેલ કરી.તો 4 આંતરરાષ્ટ્રીય ટીમની કેપ્ટન હરાજીના પ્રથમ 4સેટમાં અનસોલ્ડ રહી.જેમાં દક્ષિણ આફ્રિકાની સુને લ્યુસ,ઈંગ્લેન્ડની હીથર નાઈટ,શ્રીલંકાની ચામારી અટાપટ્ટુ અને વેસ્ટ ઈન્ડિઝની હેલી મેથ્યુઝનો સમાવેશ થાય છે.
આપને જણાવી દઈએ આ હરાજીમાં 449 ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવશે,જેમાં 200થી વધુ ખેલાડીઓ ભારતીય છે.જ્યારે બહારની ટીમોમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના ખેલાડીઓની સંખ્યા સૌથી વધુ છે
કઈ ટીમે કોને ખરીદ્યા?
દિલ્હી કેપિટલ્સ- જેમિમા રોડ્રિગ્સ (ભારત), શેફાલી વર્મા (ભારત), મેગ લેનિંગ (ઓસ્ટ્રેલિયા).
મુંબઈ ઈન્ડિયન્સ- હરમનપ્રીત કૌર (ભારત), નતાલી સાયવર (ઈંગ્લેન્ડ), એમેલિયા કેર (ન્યુઝીલેન્ડ).
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર- સ્મૃતિ મંધાના (ભારત), રેણુકા સિંઘ (ભારત), સોફી ડિવાઇન (ન્યુઝીલેન્ડ), એલિસ પેરી (ઓસ્ટ્રેલિયા).
યુપી વોરિયર્સ- દીપ્તિ શર્મા (ભારત), તાહલિયા મેકગ્રા (ઓસ્ટ્રેલિયા), શબનીમ ઈસ્માઈલ (દક્ષિણ આફ્રિકા), સોફી એક્લેસ્ટોન (ઈંગ્લેન્ડ).
ગુજરાત જાયન્ટ્સ- એશ્લે ગાર્ડનર (ઓસ્ટ્રેલિયા), બેથ મૂની (ઓસ્ટ્રેલિયા), સોફિયા ડંકલી (ઈંગ્લેન્ડ).
કોણ છે સ્મૃતિ મંધાના ?
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી IPLમાં 18 નંબરની જર્સી પહેલીને રમે છે. હવે મહિલા IPLમાં પણ RCB ટીમ વતી 18 નંબરની જર્સીમાં રમશે સ્મૃતિ મંધાના. 26 વર્ષિય લેફ્ટ હેંડ બેટર સ્મૃતિ મંધાના હાલમાં T20 વર્લ્ડ કપમાં ભાગ લઈ રહી છે.મંધાના ઈજાના કારણે દક્ષિણ આફ્રિકામાં પાકિસ્તાન સામેની T20 વર્લ્ડ કપની મેચમાં રમી શકી ન હતી. જોકે હરાજી દરમિયાન તેની નજર ટીવી સેટ પર સ્થિર હતી.મંધાના પાસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો ઘણો અનુભવ છે.
આ પણ વાંચોઃ જૂનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતાં યુવતીએ કર્યો હતો આપઘાતનો પ્રયાસ, સારવાર દરમિયાન થયું મોત
ભાઈને જોઈને ક્રિકેટમાં આવવાની પ્રેરણા મળી
સ્મૃતિ મંધાના બાળપણમાં તેના ભાઈ સાથે ક્રિકેટ રમતી હતી.ત્યારે મંધાનાનો ભાઈ અંડર-15 ક્રિકેટમાં રમતો હતો.મંધાનાએ તેના ભાઈને જોઈને જ ક્રિકેટમાં જોડાવાનું નક્કી કર્યું. સ્મૃતિ મંધાનાની 11 વર્ષની ઉંમરે અંડર-19 ક્રિકેટમાં પસંદગી પામી હતી. ભારતીય મહિલા વર્લ્ડ કપમાં સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ મંધાનાના નામે છે.મંધાના અને હરમનપ્રીત કૌરે વર્ષ 2022માં અણનમ 184રનની ભાગીદારી કરી હતી. સ્મૃતિ મંધાનાએ ભારત માટે 112 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ દરમિયાન તેણે 2651 રન બનાવ્યા છે. મંધાનાએ અત્યાર સુધી ટી20માં 20 અડધી સદી ફટકારી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT