France plane detention case: કબૂતર બાજી (માનવ તસ્કરી)ની આશંકાથી ફ્રાંસમાં રોકવામાં આવેલું વિમાન આજે સવારે 4 વાગ્યે મુંબઈમાં લેન્ડ થયું હતું. આ વિમાન દ્વારા કુલ 276 ભારતીય મુસાફરો મુંબઈ પહોંચ્યા છે. ચાર દિવસ પહેલા આ વિમાન 303 ભારતીયોને લઈને દુબઈથી નિકારાગુઆ જઈ રહ્યું હતું અને વૈટ્રી એરપોર્ટ પર ઈંધણ લેવા માટે ઉતર્યું હતું. આ દરમિયાન ફ્રાન્સના અધિકારીઓને સૂચના મળી હતી કે આ વિમાનમાં માનવ તસ્કરીના પીડિતોને લઈ જવામાં આવી રહ્યા છે. જે બાદ આ વિમાનને અટકાવી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ ફ્રાન્સના અધિકારીઓએ 4 દિવસ સુધી મુસાફરોની પૂછપરછ કરી હતી. 303 મુસાફરોમાંથી 25 મુસાફરોએ ફ્રાન્સમાં આશ્રય માંગ્યો છે, જ્યારે બે મુસાફરોને ફ્રાન્સના અધિકારીઓએ દેશ છોડવાની મંજૂરી આપી નથી. તેમની સામે ફ્રાન્સના કાયદા હેઠળ કેસ ચાલશે.
ADVERTISEMENT
લિજેન્ડ એરલાઈન્સના વિમાનને અટકાવવામાં આવ્યું હતું
વાસ્તવમાં 21 ડિસેમ્બરે રોમાનિયન પ્લેનમાં સવાર થઈને 303 મુસાફરો દુબઈથી નિકારાગુઆ (Nicaragua) માટે રવાના થયા હતા. પરંતુ હ્યુમન ટ્રેફિકિંગ (human trafficking)ની આશંકામાં પેરીસથી 150 કિલોમીટર પહેલા વૈટ્રી એરપોર્ટ પર તેને રોકી દેવામાં આવ્યું હતું. ફ્રાન્સના અધિકારીઓના જણાવ્યા અનુસાર, જ્યારે વિમાને મુંબઈ માટે ઉડાન ભરી હતી, ત્યારે તેમાં 276 મુસાફરો સવારે હતા.
વિમાનથી 276 મુસાફરો પહોંચ્યા મુંબઈ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિમાન રવાના થયું હતું તેમાં 276 મુસાફરો સવાર હતા. આ ઉપરાંત બે સગીર સહિત 25 લોકોએ ફ્રાન્સમાં આશ્રય માટે અરજી કરી છે અને હાલમાં તેઓ ફ્રાન્સમાં છે. રિપોર્ટમાં જણાવાયું છે કે અન્ય બે મુસાફરોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT