Petrol Pump Fraud : પેટ્રોલ પંપ પર આવનારા લોકોને જણાવ્યા વગર જ મોંઘુ તેલ પુરી દેવામાં આવે છે. અનેક લોકોને ખબર પણ નથી હોતી કે, તેમને સાત રૂપિયા મોંઘુ તેલ બાઇકમાં ભરી દેવામાં આવ્યું છે.
ADVERTISEMENT
Petrol Pump Fraud : લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર તરફથી સામાન્ય લોકોને રાહત આપવામાં આવી હતી, જેમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 2-2 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડાનો સૌથી વધારે લાભ મધ્યમવર્ગને થશે. તેવામાં જો અમે કહીએ કે, તમને 2 રૂપિયા સસ્તું નહી પરંતુ સાત રૂપિયા મોંઘુ પેટ્રોલ મળે છે તો શું તમે વિશ્વાસ કરશો? આ ઠગીનો શિકાર રોજિંદિ રીતે અનેક લોકો થાય છે.
પેટ્રોલ પંપ કરે છે ગોટાળા
પેટ્રોલ પંપ પર બે પ્રકારના પેટ્રોલ મળે છે, જેમાં એક નોર્મલ પેટ્રોલ હોય છે અને બીજું પાવર પેટ્રોલ હોય છે. નોએડામાં જોઇએ તો સામાન્ય પેટ્રોલ 94 રૂપિયા અને પાવર પેટ્રોલ 101 રૂપિયાનું મળે છે. આ પ્રકારે રોજિંદી રીતે અનેક લોકો સાથે ઠગાઇ થાય છે. જેમાં પુછાતું નથી કે સામાન્ય પેટ્રોલ કે પાવર પેટ્રોલ અને પાવર પેટ્રોલ નાખીને પછી કહેવામાં આવે છે તમે સાદા પેટ્રોલનું કહ્યું નહોતું.
નોઝલનો રંગ હોય છે અલગ
પાવર અને નોર્મલ પેટ્રોલનો ફરક તેની નોઝલ પરથી ખબર પડે છે. નોર્મલ પેટ્રોલની નોઝલ લીલા રંગની હોય છે. પાવર પેટ્રોલની નોઝલ લાલ રંગની હોય છે. જો કે પેટ્રોલ પંપ પર બંન્ને નોઝલના રંગ એક કરી દેવાયા છે. તેવામાં લોકો જ્યારે પેટ્રોલ ભરાવા આવે તો પુછ્યા વગર જ સીધુ પાવર પેટ્રોલ નાખી દેવાય છે.
ગરીબો સાથે સીધી જ છેતરપિંડી
આ ગોટાળાનો સૌથી વધારે શિકાર ગરીબ લોકો થઇ રહ્યા છે, જેમને આ અંગે વધારે માહિતી નથી હોતી અથવા તો તેઓ 100 રૂપિયાના ભાવે જ પેટ્રોલ ભરાવતા હતા. જેઓ પેટ્રોલ પંપ પર 0 જોઇને પેટ્રોલ ભરાવે છે. આ સામાન્ય લોકો એક કે બે લીટર પેટ્રોલ જ નખાવતા હોય છે. આ લોકોને જરા પણ અંદાજ હોતો નથી કે તેમણે પેટ્રોલ બે રૂપિયા સસ્તું નહી પરંતુ સાત રૂપિયા મોંઘુ નખાવી રહ્યા છે.
ADVERTISEMENT