નવી દિલ્હી : આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ ડિઝલની કિંમતમા ઘટાડો કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા પેટ્રોલ તથા ડીઝલ બંન્નેની કિંમતમાં 2-2 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા બંન્નેમાં 2 રૂપિયાનો સીધો જ ઘટાડો કરવામાં આવ્યો હોવાની જાહેરાત કરવામાં આવી છે. પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ આવતી કાલે સવારે 6 વાગ્યાથી લાગુ પડશે. રાજ્ય સરકારોને પણ પોતાના તરફથી વેટ ઘટાડવા માટે અપીલ કરવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT