- મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં રોટવીલર પ્રજાતિના કૂતરાનો માલિક પર જીવલેણ હુમલો.
- આખો દિવસ કૂતરાને ખાવાનું આપતા ભુલાઈ ગયું, રાત્રે જમવાનું લઈને પહોંચતા કૂતરાએ ભર્યા બચકા.
- કૂતરાના હુમલાથી ઈજાગ્રસ્ત માલિકના શરીર પર 60થી વધુ ઈજાઓ પહોંચતી.
Dog Bite Case: જે કૂતરાને માલિક તેના ઘરની રક્ષા માટે લાવ્યો હતો તેણે જ માલિકના શરીર પર 60થી વધુ ઘા આપ્યા. પાલતુ કૂતરો માલિકના હાથ-પગને બચકા ભરતો રહ્યો અને લાચાર વૃદ્ધ માલિક પોતાનો જીવ બચાવવા તરફડિયા મારતા રહ્યા. સારી વાત એ હતી કે વૃદ્ધાના દીકરાએ આ બધું થતા જોયું અને હિંસક બની ગયેલા કૂતરાને કોઈક રીતે કાબૂમાં રાખ્યો અને પિતાનો જીવ બચાવ્યો. આ હૃદયદ્રાવક મામલો મધ્યપ્રદેશના ગ્વાલિયરનો છે.
ADVERTISEMENT
સુરક્ષા માટે રાખેલા કૂતરાનો માલિક પર હિંસક હુમલો
વાસ્તવમાં, રોક્સી બ્રિજના રહેવાસી તેજેન્દ્ર ઘોરપડેએ પોતાના ઘરમાં રોટ વીલર જાતિનો કૂતરો રાખ્યો છે. 63 વર્ષના તેજેન્દ્ર ઘોરપડેએ વિચાર્યું હતું કે પાલતુ કૂતરો ઘરની સુરક્ષામાં મદદ કરશે, પરંતુ આ કૂતરો તેજેન્દ્ર ઘોરપડે માટે જીવલેણ સાબિત થયો.
ખાવાનું લઈને પહોંચ્યા તો બચકા ભર્યા
બન્યું એવું કે સોમવારે તેજેન્દ્ર ઘોરપડે દિવસ દરમિયાન પોતાના પાલતુ કૂતરાને ખવડાવવાનું ભૂલી ગયા. રાત્રે સૂતી વખતે, તેમને થયું કે આજે પાલતુ કૂતરાને ખાવાનું આપ્યું નથી. લગભગ 12:00 વાગ્યે, તેજેન્દ્ર ઘોરપડે તેના પાલતુ કૂતરા માટે ખાવાનું લઈને પહોંચ્યા, ત્યારે જ કૂતરાએ હિંસક બનીને તેના માલિક પર હુમલો કરી દીધો.
કૂતરાએ પગ અને હાથ ફાડી ખાધા
કૂતરો તેજેન્દ્ર ઘોરપડેના શરીરના વિવિધ ભાગો પર કરડવા લાગ્યો અને બચકા ભરીને શરીરમાંથી માંસના લોચા બહાર કાઢી નાખ્યા. પાલતુ કૂતરાના હુમલાથી તેજેન્દ્ર ગભરાઈ ગયો. તેનો પોતાનો પાલતુ કૂતરો તેના પગ અને હાથ પર બચકા ભરી રહ્યો હતો.
પુત્રએ જીવ બચાવ્યો
તેજેન્દ્ર ઘોરપડેની ચીસોનો અવાજ સાંભળીને તેનો પુત્ર અમિત સ્થળ પર પહોંચ્યો અને જોયું કે તેના પિતાનો જીવ જોખમમાં હતો. આ પછી અમિતે કૂતરાને તેનો કોલર પકડીને કાબૂમાં લીધો, પરંતુ ત્યાં સુધીમાં તેજેન્દ્ર ઘોરપડેના શરીર પર 60થી વધુ ઊંડા ઘા હતા. અમિત તરત જ તેના લોહીલુહાણ પિતાને લઈને હોસ્પિટલ પહોંચ્યો, જ્યાં તેજેન્દ્ર ઘોરપડેને સર્જિકલ વોર્ડમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
રોટ વીલર કૂતરો હિંસક પ્રજાતિનો છે
એવી આશંકા છે કે ભૂખને કારણે રોટ વીલર પ્રજાતિનો આ કૂતરો એટલો હિંસક બની ગયો હતો કે તેણે તેના માલિક પર હુમલો કર્યો હતો. આ ઘટના એ લોકો માટે એક સંદેશ છે જેઓ હિંસક કૂતરાઓને પાળતુ પ્રાણી તરીકે રાખે છે અને પછી તેમની સાથે આવી ઘટનાઓ બને છે.
પિટ બુલ પછી, રોટ વીલર એ કૂતરાની બીજી હિંસક જાતિ છે, જે તેના માલિક પર પણ હુમલો કરે છે, તેથી આવા હિંસક કૂતરાઓને પાળતા પહેલા લોકોએ ઘણી વાર વિચારવું જોઈએ.
ADVERTISEMENT