મધ્ય પ્રદેશમાં લોકો વર્ષો સુધી જેને કુળદેવતા માનીને પૂજતા હતા તે ડાયનાસોરનું ઈંડું નીકળ્યું, કેવી રીતે સામે આવ્યું સત્ય?

Madhya Pradesh News: મધ્યપ્રદેશના એક ગામમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં કેટલાક લોકોને તેમની જમીનમાં ખોદકામ કરતી વખતે પથ્થર જેવી વસ્તુ મળી આવી…

gujarattak
follow google news

Madhya Pradesh News: મધ્યપ્રદેશના એક ગામમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં કેટલાક લોકોને તેમની જમીનમાં ખોદકામ કરતી વખતે પથ્થર જેવી વસ્તુ મળી આવી છે. ત્યાંના લોકોએ આ પત્થર જેવી વસ્તુને પોતાના કુળદેવતા માની લીધા અને તેની પૂજા કરવાનું શરૂ કર્યું. જ્યારે આ પથ્થર જેવી વસ્તુનું સત્ય સામે આવ્યું તો બધા ચોંકી ગયા. આવો જાણીએ શું છે સમગ્ર મામલો…

જમીનમાંથી મળી હતી પથ્થર આકારની વસ્તુ

મધ્યપ્રદેશના ધાર જિલ્લાના પાડલ્યા ગામમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં લોકો ડાયનાસોરના ઇંડાને પોતાના કુળદેવતા સમજીને તેની પૂજા કરવા લાગ્યા. તમને જણાવી દઈએ કે 40 વર્ષના વેસ્તા મંડલોઈને ખોદકામ દરમિયાન જમીનમાં ગોળાકાર પથ્થરના આકારની વસ્તુ મળી હતી. વેસ્તા મંડલોઈએ તેને કક્કડ ભૈરવ (કુળદેવતા) માનીને તેમની પૂજા કરવા લાગ્યા. તેમનું માનવું હતું કે આનાથી તેમની બધી સમસ્યાઓ દૂર થઈ જશે અને તેમને તેમની ખેતી અને ઢોરથી નફો પણ મળવા લાગશે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઝાબા, અખાડા, જામન્યાપુરા અનેા તાકારીના રહેવાસીઓને પણ ખોદકામ દરમિયાન આવી વસ્તુઓ મળી હતી અને તેઓ પણ ડાયનાસોરના ઈંડાની પૂજા કરતા હતા.

કેવી રીતે સામે આવ્યું સત્ય?

જ્યારે આ બાબતએ વેગ પકડ્યો ત્યારે નિષ્ણાતોએ પણ તેના તરફ ધ્યાન દોર્યું. આ પછી લખનૌના નિષ્ણાતો અને મધ્ય પ્રદેશ વન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને આ બોલ જેવી વસ્તુની તપાસ શરૂ કરી. પૃથ્થકરણ બાદ જ્યારે સત્ય બહાર આવ્યું તો બધા સ્તબ્ધ થઈ ગયા. નિષ્ણાતોની માહિતી અનુસાર, આ કોઈ કુળદેવતા નથી, પરંતુ ટિટાનો-સારસ પ્રજાતિના ડાયનાસોરના ઇંડા છે.

    follow whatsapp