Uber માં મુસાફરી કરતા લોકો સાવધાન! તમે ફસાઈ ન જતાં આ સ્કેમમાં

Uber Driver Scam: જો તમે પણ દરરોજ અથવા ક્યારેક-ક્યારેક ઉબેર (Uber) માં મુસાફરી કરો છો તો અત્યારથી સાવધાન થઈ જાવ.

Uber Driver Scam

ઉબેરમાં મુસાફરી કરનારાઓ આ ખાસ વાંચે

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

દિલ્હીથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો

point

એક કેબ ડ્રાઈવરે મુસાફર પાસેથી પડાવ્યા વધારે પૈસા

point

આ સ્કેમ વિશે જાણીને રહી જશો દંગ

Uber Driver Scam: જો તમે પણ દરરોજ અથવા ક્યારેક-ક્યારેક ઉબેર (Uber) માં મુસાફરી કરો છો તો અત્યારથી સાવધાન થઈ જાવ. ખાસ કરીને નવા યુઝર્સને આ સ્કેમ વિશે જરૂર ખબર હોવી જોઈએ. તાજેતરમાં જ દિલ્હીથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક કેબ ડ્રાઈવરે મુસાફર પાસેથી વધારે ભાડું માંગવાનું શરૂ કર્યું. ખાસ વાત એ છે રાઈડ ખતમ થયા બાદ એપ્લિકેશનમાં પણ વધારે ભાડું દેખાતું હતું, જે બાદ પેસેન્જરે મજબૂર થઈને વધારે ભાડું ચૂકવવાની ફરજ પડી હતી.

કહાનીમાં એક મોટો ટ્વિસ્ટ

પરંતુ આ વખતે કહાનીમાં એક ટ્વિસ્ટ છે, કિંમતોમાં વધારો થવાનું કારણ કોઈ તકનીકી ખામી નહોતી. હકીકતમાં કેબ ડ્રાઈવરે પેસેન્જર પાસેથી ડબલ ભાડું વસુલવા માટે એક ફેક સ્કીનશોટ તૈયાર કર્યો હતો. જે બાદ પીડિતે  Reddit પર પોતાનો અનુભવ શેર કર્યો અને અન્ય લોકોને આવા સ્કેમથી સાવધ રહેવા જણાવ્યું છે.

Reddit પર શેર કર્યો એક્સપીરિયન્સ 

રેડિટ પોસ્ટ અનુસાર, આ ઘટના 24 માર્ચની છે, જ્યારે તે વ્યક્તિ તેના પિતા સાથે રાત્રે 10:30 વાગ્યે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યો હતો. તેણે એરપોર્ટથી ઘર સુધી ઉબેર રાઈડ બુક કરાવી હતી, આ દરમિયાન એપ પર 340 રૂપિયા ભાડું બતાવતું હતું. જોકે, ગંતવ્ય સ્થાન (ડેસ્ટિનેશન) સુધી પહોંચ્યા પછી ઉબેર ડ્રાઈવરે 648 રૂપિયાની માંગણી કરી, જે શરૂઆતમાં એપ પર દેખાતી રકમ કરતાં લગભગ બમણી હતી.

એક્સ્ટ્રા વેટિંગ ચાર્જનું બનાવ્યું બહાનું

જે બાદ મુસાફરે ડ્રાઈવરને સ્ક્રીન પર ભાડું બતાવવા કહ્યું હતું. ડ્રાઈવરે 648 રૂપિયાના વધારાના ભાડાનો સ્ક્રીનશોટ બતાવ્યો અને આ માટે એકસ્ટ્રા વેઈટિંગ ચાર્જનું બહાનું કાઢ્યું. મુસાફરે પછી કઈપણ બોલ્યા વગર કેબ ડ્રાઈવરને ભાડું ચૂકવી દીધું.

ફોટો જોયા બાદ ખબર પડી

જોકે, જતાં પહેલા મુસાફરે પેમેન્ટ ડિટેલ્સ દેખાડતા ડ્રાઈવરના ફોન સ્ક્રીનનો એક ફોટો લઈ લીધો. જ્યારે મુસાફરે તે ફોટાને ધ્યાનથી જોયો તો તેમાં ઘણી ખામી જોવા મળી. જે બાદ મુસાફરને આ સ્કેમ વિશે ખબર પડી

    follow whatsapp