નવી દિલ્હી : દિવ્યા પહુજા હત્યાકાંડમાં ક્રાઇમ બ્રાંચે હત્યાના આરોપી અભિજીત પ્રકાશ અને ઇંદ્રાજની ધરપકડ કરીને મામલે તપાસ આદરી છે. ક્રાઇમબ્રાંચે હત્યાના આરોપી અબિજીત સિંહને જે હોટલનો માલિક છે તેની પણ ધરપકડ કરી છે.
ADVERTISEMENT
દિવ્યા પાહુજા હત્યાકાંડમાં પોલીસ હરકતમાં આવી
ગુરૂગ્રામના ચર્ચિત દિવ્યા પાહુજા હત્યાકાંડમાં પોલીસ હરકતમાં આવી છે. આ મામલે પોલીસે 3 લોકોની ધરપકડ કરી લીધી છે. ક્રાઇમબ્રાંચે હત્યાના આરોપી અભિજીત, પ્રકાશ અને ઇંદ્રાજની ધરપકડ કરી છે. આ મામલે હાલ વધારે તપાસ ચાલી રહી છે. ક્રાઇમબ્રાંચે હત્યાના આરોપી અભિજીત સિંહ, જે હોટલનો માલિક છે, તેની પણ ધરપકડ કરી છે. આ ઉપરાંત પ્રકાશ અને ઇંદ્રાજની ધરપકડ કરી છે અને આ મામલે તપાસ ચાલુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રકાશ અને ઇન્દ્રાજ હોટલમાં કામ કરતા હતા. તેમણે લાશને સગેવગે કરવામાં મદદ કરી હતી.
CCTV કેમેરામાં કેદ થઇ સમગ્ર ઘટના
અત્રે ઉલ્લેખનીય છે કે, મોડલ દિવ્યા પાહુજા ગુરૂગ્રામના બલદેવનગરની રહેવાસી હતી. આરોપ છે કે, હોટલ માલિક અભિજીતે પોતાના સાથીઓની સાથે મળીને દિવ્યાની હત્યા કરી હતી. ત્યાર બાદ શબને સગેવગે કરવાના ઇરાદાથી સાથીઓને 10 લાખ રૂપિયા આપ્યા હતા. ત્યાર બાદ હત્યાના આરોપી અભિજીતના 2 સાથી મૃતકનું શબ અભિજીતની બ્લુ કલરની BMW ગાડી DD03K240 કારની ડિગ્ગીમાં નાખીને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. જો કે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી.
દિવ્યા સંદીપ ગાડોલી એન્કાઉન્ટર કેસની મુખ્ય સાક્ષી
અત્રે ઉલ્લેખનીય છે કે, દિવ્યા પાહુજા ગેંગસ્ટર સંદીપ ગાડોલી એન્કાઉન્ટર કેસની મુખ્ય સાક્ષી હતી. દિવ્યાના પરિવારજનોએ તેનીહ ત્યા પાછળ સંદીપ ગાડોલીની બહેન સુદેશ કટારિયા અને ગેંગસ્ટરના ભાઇ બ્રહ્મપ્રકાશનો હાથ હોવાનું જણાવ્યું. દિવ્યાના પરિવારજનોએ સુદેશ અને બ્રહ્મપ્રકાશની વિરુદ્ધ હત્યાના કાવત્રા હેઠળ ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે જણાવ્યું કે, ઘટના 2 જાન્યુઆરીની મોડી રાત્રે સેક્ટર 14 ની હોટલની છે. જ્યાં પોલીસે માહિતી મળી હતી કે, બલદેવ નગર રહેવાસી 27 વર્ષીય દિવ્યા પાહુજા નામની યુવતી દિલ્હીના વેપારી અને સિટી પોઇન્ટ હોટલના માલિક અભિજીતની સાથે ફરવા ગઇ હતી.
ADVERTISEMENT