અમિત શાહ સાથે પવાર જુથના નેતાની સીક્રેટ મીટિંગ? જયંત પાટિલે કરી સ્પષ્ટતા

મુંબઇ : મહારાષ્ટ્રમાં શરદ પવારના વફાદાર ગણાતા વરિષ્ઠ એનસીપી નેતા જયંત પાટિલે રવિવારે તે આરોપોને ફગાવી દીધા કે જેમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે,…

Amit Shah Meeting

Amit Shah Meeting

follow google news

મુંબઇ : મહારાષ્ટ્રમાં શરદ પવારના વફાદાર ગણાતા વરિષ્ઠ એનસીપી નેતા જયંત પાટિલે રવિવારે તે આરોપોને ફગાવી દીધા કે જેમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે, તેમની પુણેમાં અમિત શાહ સાથે ગુપ્ત બેઠક આયોજીત થઇ હતી. તેમણે અમિત શાહ સાથે મુલાકાતના દાવાનું ખંડન કર્યું હતું. મહારાષ્ટ્ર એનસીપીના પ્રમુખ પાટિલે આ અટકળોને પણ ફગાવી દીધી હતી જેમાં શિવસેના- ભાજપ સરકારમાં અજીત પવારના નેતૃત્વના સમુહમાં જોડાવા માટે તૈયાર છે.

દેવેન્દ્ર ફડણવીસે વાતનું ખંડન કર્યું

વરિષ્ઠ ભાજપ નેતા અને મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ આ વાતનું ખંડન કર્યું હતું. તેમણે જણાવ્યું કે શાહ અને પાટીલ વચ્ચે કોઇ બેઠક આયોજીત થઇ નથી. અમિત શાહે રવિવારે પુણેમાં સેન્ટ્રલ રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ સોસાયટીઝ (CRCS) કાર્યાલયના ડિજિટલ પોર્ટલ લોન્ચ કર્યું હતું. પાટિલે કહ્યું કે, તેઓ શનિવારે સાંજે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પ્રમુખ શરદ પવારની સાથે હતા. તેમણે કહ્યું કે, ત્યાર બાદ તેમના ઘર પર વરિષ્ઠ સહયોગીઓ અનિલ દેશમુખ, રાજેશ ટોપે અને સુનીલ ભુસારા સાથે મુલાકાત કરી.

અફવા ફેલાવતા પહેલા ચેક કરવું જોઇએ

પાટિલે કહ્યું કે, જે લોકોએ આ અફવા ફેલાવી છે તેમને જવાબ આપવો જોઇે કે હું કોઇ સમયે પુણેમાં શાહને મળ્યો અને તેમને પુરાવા દેખાડવા જોઇએ. હું હંમેશા શરદ પવાર સાથે છું. એવી અટકળો બંધ થવી જોઇએ. પાટીલે કહ્યું કે, તેમના પર પક્ષ બદલવાનું કોઇ દબાણ નથી અને તેમણે કોઇ સાથે વાતચીત નથી કરી.

મુંબઇમાં MVA ને બેઠકમાં હાજર રહ્યા હોવાનું જણાવ્યું

વરિષ્ઠ એનસીપી નેતાએ કહ્યું કે, મે મુંબઇમાં ઇન્ડિયા કોન્કલેવના આયોજન માટે MVA બેઠકમાં ભાગ લીધો, હું આયોજન સમિતીનો હિસ્સો છું એટલા માટે આ સ્પષ્ટ છે કે એવી અટકળો શા માટે લગાવવામાં આવી રહી છે. પાટિલે કહ્યું કે, તેમનું એકમાત્ર લક્ષ્ય એનસીપીનો આધાર વધારવાનો છે.

જયંત પાટીલે સમગ્ર મામલે ચોંકાવનારો દાવો કર્યો

બીજી તરફ આ મુદ્દે મીડિયા સાથે વાત કરતા મહારાષ્ટ્ર ડેપ્યુટી સીએમ ફડણવીસે કહ્યું કે, શાહ અને જયંત પાટિલ વચ્ચે કોઇ બેઠકનું આયોજન નથી થયું. જે લોકો અફવા ફેલાવી રહ્યા છે તેમણે આ અંગે જાહેરાત કરતા પહેલા આ અંગેની પૃષ્ટી કરી લેવી જોઇએ.

    follow whatsapp