સંજય શર્મા.નવી દિલ્હીઃ બિહારમાં જાતીય વસ્તી ગણતરી મામલામાં સુનાવણી જલદી પુરી કરવા બિહાર સરકારે ફરી પટણા હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. હાઈકોર્ટે ઉનાળાની રજાઓ અંગે ત્રણ જુલાઈએ આગામી સુનાવણી નક્કી કરી હતી. સરકાર મંગળવારે જલ્દી સુનાવણી કરવાની અપીલ કરશે.
ADVERTISEMENT
વસ્તી ગણતરી પુરી થવા આવી ત્યાં મામલો હાઈકોર્ટ પહોંચ્યો
બિહાર સરકાર 9 મે એટલે કે મંગળવારે પટણા હાઈકોર્ટમાં આ જ અપીલ સાથે દલીલો મુકશે. બિહાર સરકારના એડવોકેટ જનરલ પીકે શાહીએ આ મામલામાં જલ્દી સુનાવણી કરવાની માગ ઉઠાવી છે. પટણા હાઈકોર્ટે ગુરુવારે બિહારમાં જાતિગત વસ્તી ગણતરી પણ સ્ટે મુકી દીધો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે અત્યાર સુધી જે આંકડા ભેગા થઈ ગયા છે તેને નષ્ટ ન કરવામાં આવે. કોર્ટે આ મામલામાં આગામી સુનાવણી બે મહિના પછી એટલે કે 3 જુલાઈએ નક્કી કરી હતી, પરંતુ બિહાર સરકારનું અદાલતમાં કહેવું હતું કે જાતિગત વસ્તી ગણતરીનું કામ 80 ટકા પુરું થઈ ચુક્યું છે. ઓફલાઈન કામ અંદાજીત પુરુ થઈ ગયું છે. આ વર્ષે 7 જાન્યુઆરીથી શરૂ થયેલી વસ્તી ગણતરીનું કામ 15 મે સુધી પુરુ થવાનું નક્કી હતું.
બનાસકાંઠાઃ બાદલપુરાની સ્ટાર બેકરી પર ફૂડ વિભાગનો દરોડો, 1280 કિલો ચટણી જથ્થો ઝડપાયો
500 કરોડ સરકારે ખર્ચી પણ નાખ્યા
સરકારે આ અભિયાન માટે વગર કોઈ કાયદો બનાવ્યે 500 કરોડનો ખર્ચ કરીને કામ શરૂ કરી દીધું હતું. જોકે કામ પુરુ થવાના પહેલા મામલો હાઈકોર્ટમાં ગયો હતો. પટણા હાઈકોર્ટે આ પર એવું કહેતા સ્ટે મુક્યો હતો કે અમારા મત મુજબ તો કોઈ પણ રાજ્ય સરકારને આવી રીતે જાતિ આધારે સર્વેક્ષણ કરાવવાની શક્તિ નથી.
ADVERTISEMENT