Lok Sabha Election 2024 : લોકસભાની ચૂંટણીની જાહેરાત થઇ ચુકી છે. ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે. જો કે વિસાવદર બેઠક પર ચૂંટણી અંગે ભેદી રીતે કોઇ જાહેરાત થઇ નહોતી. જેના કારણે અનેક ચર્ચાઓ વહેતી થઇ હતી. જેમાં વિપક્ષ દ્વારા ભાજપ પર પણ આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. જો કે હવે ચૂંટણી અંગે ગુજરાત ભાજપ પ્રમુખનું મોટું નિવેદન સામે આવ્યું છે. પાટીલે કહ્યું કે, અમે લોકસભાની સાથે સાથે વિસાવદરની વિધાનસભાની પણ ચૂંટણી થઇ જાય તે માટે રજુઆત કરી છે.
ADVERTISEMENT
ત્રીજા તબક્કામાં 7 મેના રોજ ગુજરાતમાં થશે મતદાન
લોકસભા ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર 7 મેના રોજ મતદાન થવાનું છે. ચૂંટણી પંચ દ્વારા રાજ્યની પાંચ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. જો કે વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી મામલે જાહેરાત નહી થતા તમામ લોકો ચોંટી ઉઠ્યા હતા. જેના પગલે રાજકીય પક્ષો પણ અસમંજસમાં મુકાયા હતા. ચૂંટણી પંચને ભાજપ દ્વારા રજુઆત કરાઇ છે. પાટીલે જણાવ્યું કે, લોકસભાની ચૂંટણી સાથે સાથે જ ગુજરાતમાં ખાલી પડેલી તમામ વિધાનસભા બેઠકો ભરાય તેવી અમારી રજુઆત છે. અમે ચૂંટણી પંચને આ અંગે અપીલ પણ કરી છે.
ભાજપ ગુજરાતમાં ક્લિન સ્વિપ કરશે
અત્રે ઉલ્લેખનીય છે કે, સી.આર પાટીલે જણાવ્યું કે, લોકસભામાં ભાજપ ક્લિન સ્વિપ કરશે. તમામ 26 બેઠકો ભાજપ કબ્જે કરશે. ભાજપ દ્વારા ઐતિહાસિક રીતે રામ મંદિર, 370 ની કલમ સહિતના અને ઐતિહાસિક પગલા ભરાયા છે. ગુજરાત વિકાસનું ગ્રોથ એન્જિન બની ચુક્યું છે. ત્યારે ગુજરાતના લોકો તમામ બેઠકો મોદીજીને આપવા માટે પ્રતિબદ્ધ છે. આ પ્રકારે મોદીની જીતની હેટ્રીક કરવા જઇ રહ્યા છે. આ હેટ્રીકને ઐતિહાસિક બનાવવા માટે ગુજરાતીઓ તમામ ઉમેદવારને 5 લાખથી વધુ મતની સરસાઇથી જીતાડશે.
ચૂંટણી પંચને ચૂંટણી માટે ભાજપ દ્વારા અપીલ કરવામાં આવી
અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ ચુકી છે. ત્યારે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં એટલે કે 7 મેના રોજ મતદાન થવાનું છે. એક જ તબક્કામાં તમામ બેઠકો પર મતદાન થઇ જશે. 4 જૂને રાત સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઇ જશે. વિસાવદર બેઠક પર ચૂંટણી કરાવવી કે કેમ તે સંપુર્ણ ચૂંટણી પંચનો નિર્ણય છે.
ADVERTISEMENT